નવી દિલ્હીઃરેસલર્સે ફરી એકવાર રેસલિંગ ફેડરેશન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. દિલ્હીના જંતર-મંતર પર તેઓ ધરણા પર બેઠા છે. અહીં બેઠેલા કુસ્તીબાજોએ કહ્યું છે કે, અહીં તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તે કુસ્તીને ખોટા હાથમાંથી છીનવીને સાચા હાથમાં આપવાની લડાઈ લડવા બેઠા છે. પરંતુ તેને અહીંથી ખસી જવાની વાત કરવામાં આવી રહી છે. આ કપરી સ્થિતિ સર્જાઈ રહી છે. કુસ્તીબાજોએ પોલીસ પર તેમને અલગ-અલગ રીતે દબાણ અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.
મોટા આરોપ થયાઃપહેલવાનોને જંતર-મંતર પર ભોજન ન મળવાનો પણ આરોપ લગાવ્યો છે. WFI પ્રમુખ પર મહિલા કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજો FIR નોંધવાની માંગ સાથે હડતાળ પર છે. દિલ્હીના જંતર-મંતર પર બેઠેલી મહિલા રેસલર્સના સમર્થનમાં સંબંધીઓ પણ આવ્યા હતા. વિનેશ ફોગટના સંબંધીઓ બલાલી ગામથી દિલ્હી જવા રવાના થયા હતા. વિનેશનો ભાઈ હરવિંદર ફોગાટ કુસ્તીબાજો માટે ભોજન લઈને દિલ્હીના જંતર-મંતર પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2023: રસાકસી ભરી મેચમાં રાજસ્થાન સામે બેંગ્લોરની 7 રને થઇ જીત
શું કહ્યું મહિલા આયોગેઃબીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ ટ્વીટ કરીને પ્રશ્નાર્થ ચિન્હ ઉઠાવ્યો છે કે, આશ્ચર્યની વાત છે કે, ભારતીય કુસ્તીબાજો પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. આ દેશમાં તેઓ પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. એમનું પાણી બંધ કરવામાં આવી રહ્યું છે. એવું પણ બહાર આવ્યું છે કે, તમામ કુસ્તીબાજો જંતર-મંતર પર આખી રાત રોકાયા હતા. પોલીસે અહીંથી કોઈ કુસ્તીબાજને કોઈ રીતે ઊઠાવ્યા ન હતા. સુપ્રીમ કોર્ટના આદેશના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ કેસ દાખલ કરી શકે છે. બીજી તરફ, રવિવારે સાંજે 4 વાગ્યે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, વિનેશ ફોગાટ, સાક્ષી અને બજરંગ પુનિયાએ રેસલિંગ ફેડરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ધરણા ચાલું રહેશેઃઆ સાથે તેમણે એવી જાહેરાત કરી કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ જંતર-મંતર ધરણા પર રહેશે. મોડી સાંજે કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મોડી રાત સુધી કુસ્તીબાજો જંતર-મંતર પર રોકાયા હતા. ત્રણ મહિના પહેલા ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સાથે વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પર આરોપ લાગ્યા હતા. ઘણા કુસ્તીબાજો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ છે.
આ પણ વાંચોઃ Sachin B'day Special: ગોડ ઓફ ક્રિકેટનો આજે 50મો જન્મદિવસ, સચિન...સચિન...સચિન...
મોરચો માંડ્યો છેઃ આ આરોપો પર આગળ કોઈ કાર્યવાહી ન થતા જોઈને કુસ્તીબાજોએ રવિવારે ફરી એકવાર મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજો જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. આ પહેલા સાંજે 4 વાગ્યે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. જેમાં કહ્યું હતું કે, હજુ સુધી ન્યાય મળ્યો નથી. સાત છોકરીઓએ શોષણની ફરિયાદો આપી છે. પરંતુ હજુ પણ તેમની ફરિયાદના આધારે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.