વેલેન્સિયા:ભારતે શુક્રવારે પેનલ્ટી શૂટઆઉટમાં આયર્લેન્ડને 2-1થી હરાવીને FIH હોકી વિમેન્સ નેશન્સ કપની ફાઇનલમાં (INDIA BEAT IRELAND IN SHOOTOUT TO REACH FINAL) પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ભારતનો મુકાબલો સ્પેન સાથે થશે. મેચના નિયમિત સમય સુધી બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. ભારત માટે ઉદિતાએ 45મી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ પહેલા નાઓમી કેરોલે 13મી મિનિટે આયર્લેન્ડને લીડ અપાવી હતી.
FIH Women Nations Cup : ભારત આયર્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચ્યું - મહિલા નેશન્સ કપ
મહિલા નેશન્સ કપમાં (FIH Women Nations Cup) ભારતે આયર્લેન્ડને શૂટઆઉટમાં હરાવી ફાઇનલમાં (INDIA BEAT IRELAND IN SHOOTOUT TO REACH FINAL) પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને ગુરજીત કૌરે એક-એક ગોલ કર્યા હતા.
ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ:શૂટઆઉટમાં ભારત તરફથી લાલરેમસિયામી અને સોનિકાએ ગોલ કર્યા હતા જ્યારે આયર્લેન્ડ માટે હેન્ના મેકલોફલિને ગોલ કર્યા હતા. FIH મહિલા નેશન્સ કપમાં (FIH Women Nations Cup) ભારતીય મહિલા હોકી ટીમનો આ સતત ચોથો વિજય છે. 14 ડિસેમ્બરે ભારતે દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું. પૂલ-બીની આ મેચ જીતીને ટીમ ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ હતી. ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને ગુરજીત કૌરે એક-એક ગોલ કર્યા હતા.
2024માં પેરિસ ઓલિમ્પિક્સ પહેલા એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ: વર્લ્ડ નંબર-8 ટીમ ઈન્ડિયાએ અગાઉ ચિલીને 3-1 અને જાપાનને 2-1થી હરાવ્યું હતું. આ 8 ટીમોની ટૂર્નામેન્ટની ચેમ્પિયનને 2023-24 FIH હોકી વિમેન્સ પ્રો લીગમાં પ્રમોટ કરવામાં આવશે. FIH હોકી વિમેન્સ પ્રો લીગ આગામી વર્ષની એશિયન ગેમ્સ અને 2024 પેરિસ ઓલિમ્પિક્સ પહેલા એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હશે.