નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશીપના કાંસ્ય પદક વિજેતા ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે પોતાની 6 મહિનાની સેલરી દાન કરી છે. પૂનિયાએ ટ્વિટર પર લખ્યું કે, કોવિડ-19ના દર્દીઓ માટે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા સ્થાપિત રિલીફ ફંડ માટે તેમની 6 મહિનાની સેલરી દાન કરી છે.
કોરોના સામેની જંગ લડવા બજરંગ પૂનિયાએ 6 મહિનાની સેલરી દાન કરી
ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાએ જણાવ્યું છે કે, "કોવિડ-19"ના દર્દીઓ માટે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રાહત ભંડોળમાં પોતાની 6 મહિનાની સેલરી દાનમાં આપી છે.
etv bharat
પુનિયા રેલવે સ્પેશિયલ ડ્યૂટી અધિકારી રુપમાં કામ કરે છે. તેમણે લોકોને પણ હરિયાણા કોરોના રિલીફ ફંડમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી છે.
પૂર્વ ભારતીય બેટ્સમેન અને સાંસદ ગૌતમ ગંભીરે પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, દિલ્હી સરકારની હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર માટે આવશ્યક સાધનો માટે તેમના સાંસદ નિધિમાંથી 50 લાખ આપશે.