નવી દિલ્હી : કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યું કે લોકો પોતાની જીંદગી રમત અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવામાં સમર્પિત કરી દેતા હોય છે. તેવામાં તેને પણ સમ્માન મળવુ જોઇએ જે મેડલ વિજેતાઓને મળે છે.
રમત ગમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓનું પણ સમ્માન કરવું જોઇએ: કિરણ રિજ્જુ - રમત ગમત પ્રધાન કિરણ રિજ્જુ
કેન્દ્રીય રમત ગમત પ્રધાને કહ્યું કે લોકો પોતાની જીંદગી રમત અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના પ્રતિનિધિત્વ કરવામાં સમર્પિત કરી દેતા હોય છે. તેને પણ એ જ સમ્માન મળવું જોઇએ જે મેડલ વિજેતાઓને મળે છે.
ભારતીય એથ્લેટિક્સ મહાસંધના પૂર્વ મુખ્ય કોચ બહાદુર સિંહ માટે આયોજિત કરેલી ફેયરવેલમાં રિજ્જુએ કહ્યું કે કેન્દ્રીય સરકાર દરેક એ ખેલાડીની મદદ કરવા માગે છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હોય. તેઓએ આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર પણ મદદ માટે આગળ આવે.
રિજ્જુએ વધુમાં કહ્યું કે, ' એ જરૂરી છે કે ખેલાડીઓને સમ્માન મળે. ખેલાડીઓનું ગૌરવ, સમ્માન, પ્રતિષ્ઠા સમાજના દરેક સ્તરે બનાવી રાખવુ જોઇએ. અમે જો ખેલાડીઓને સમાજમાં હાઇ સ્થાન નહી આપીએ તો તે ખોટો મેસેજ મોકલશે. અમારે એ વાતને નક્કી કરવી જોઇએ કે ખેલાડીઓને દરેક સ્તરે સમ્માન આપવુ જોઇએ.