ગુજરાત

gujarat

ETV Bharat / sports

યુએસ ઓપનમાં સર્જાયો અપસેટ, પ્રથમ રાઉન્ડમાં જ વિનસ વિલિયમ્સની હાર - ટેનિસ સમાચાર

વિનસ 2020 પહેલા ક્યારેય યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ન હતી. તેણે ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. રાદુકાનુંની પણ પ્રથમ રાઉન્ડમાં હાર થઇ છે તેણીને એલિસ કોર્નેટે 6-3, 6-3થી હાર આપી હતી. US Open 2022,Venus Williams, Us Open 2022 result

યુએસ ઓપનમાં સર્જાયો અપસેટ, પ્રથમ રાઉન્ડમાં જ વિનસ વિલિયમ્સની હાર
યુએસ ઓપનમાં સર્જાયો અપસેટ, પ્રથમ રાઉન્ડમાં જ વિનસ વિલિયમ્સની હાર

By

Published : Aug 31, 2022, 5:35 PM IST

ન્યૂયોર્કઃદિગ્ગજ ખેલાડી વિનસ વિલિયમ્સને,(Venus Williams ) સતત બીજી વખત યુએસ ઓપન ટેનિસ (Us Open) 2022 ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એમ્મા રાદુકાનું પણ પ્રથમ રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ રહી હતી. જૂનમાં તેનો 42મો જન્મદિવસ ઉજવનાર વિનસને આર્થર એસેસ સ્ટેડિયમમાં તેની નાની બહેન સેરેના જેટલો પ્રેક્ષકો તરફથી સપોર્ટ મળ્યો ન હતો. મંગળવારે રમાયેલી મેચમાં વિનસ એલિસન વાન યુટવાન્ક સામે 6-1, 7-6 થી હારી ગઈ હતી. સેરનાએ નિવૃત્તિ લેવાની વાત કરી છે, જ્યારે વિનસે હજુ સુધી આવો કોઈ સંકેત આપ્યો નથી.

આ પણ વાંચોઃએશિયા કપ 2022: અફઘાનિસ્તાનનો બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય

વિમેન્સ સિંગલ્સમાં હવે વાન યુટવાન્કનો સામનો ક્લેરા બુરેલ સામે થશે, જેણે વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રાયબકીનાને 6-4, 6-4થી હરાવ્યો હતો. મહિલા વિભાગમાં 2017ની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ, નંબર 1 ઇંગા સ્વીટેક, નંબર 6 આરીના સબાલેન્કા, નંબર 8 જેસિકા પેગુલા, નંબર 9 ગાર્બાઈન મુગુરુઝા, નંબર 13 બેલિન્ડા બેન્સિક અને નંબર 22 કેરોલિના પ્લિસ્કોવા પણ આગળ છે. પુરૂષોના વિભાગમાં, જે ખેલાડીઓએ આગળના રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે તેમાં 2014ના ચેમ્પિયન મારિન સિલિક, 3 નંબરના કાર્લોસ અલ્કારાઝ, નંબર 7 કેમરોન નોરી, નંબર 8 હ્યુબર્ટ હરકાઝ, નંબર 9 આન્દ્રે રૂબલેવ, નંબર 11 યાનિક સિનાર અને નંબર 17 ગ્રિગોર દિમિત્રોવનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details