- ટોક્યો પેરાલિમ્પિક્સની શરૂઆત થઈ ચૂકી છે
- પહેલી મેચમાં ભાવિના અને સોનલ પટેલને હારનો સામનો કરવો પડ્યો
- ભાવિના હવે 26 ઓગસ્ટે અન્ય બીજી ગૃપ મેચ રમશે
જાપાનઃ ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) મહિલા સિંગલ્સની ટેબલ ટેનિસ સ્પર્ધામાં (Women's singles) ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ગુજરાતની બન્ને દિકરીઓ ભાવિના અને સોનલ પટેલને હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો-IOCના અધ્યક્ષે આપ્યું મહત્ત્વનું નિવેદન, કહ્યું- ભારત વર્ષ 2036, 2040ના Olympicsને હોસ્ટ કરવા ખૂબ જ ઉત્સુક છે
સોનલ પટેલે પણ હારનો સામનો કર્યો
ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ (Tennis Player Bhavna Patel)ને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ખેલાડી યિંગની આગળ સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં. ઝોઉ યિંગે આ મેચમાં ભાવનાને 11-3, 11-9, 11-2થી હરાવ્યાં હતાં. આ પહેલા એક અન્ય મેચમાં સોનલ પટેલને પણ હાર મળી હતી.
આ પણ વાંચો-Ind Vs Eng: લીડ્સમાં જસપ્રીત બુમરાહ રચશે ઈતિહાસ, તોડશે કપિલ દેવનો રેકોર્ડ
આ વખતે વધુ મેડલ જીતવાની આશા
ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) 54 સભ્યોનું દળ મોકલ્યું છે, જે 9 સ્પર્ધામાં ભારત તરફથી પડકાર ફેંકશે. આ કોઈ પણ પેરાલિમ્પિકમાં અત્યાર સુધી ભારત દ્વારા મોકલવામાં આવેલું સૌથી મોટું દળ છે. ભારતીય દળમાં એવા એથ્લિટ છે, જે પહેલા પેરાલિમ્પિક્સ રમતોમાં મેડલ જીતી ચૂક્યા છે. આ વખતે પણ દેશને પોતાના આ એથ્લિટ્સ પાસેથી વધુ મેડલ જીતવાની આશા છે.