- જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક શરૂ, આજે પહેલો દિવસ
- દિપીકા કુમારી (Deepika Kumari) પહેલા હાફમાં સારી શરૂઆત કરતા 4 સ્થાન સુધી ગઈ
- દિપીકા કુમારી (Deepika Kumari) 72 તીર પછી 9મુ સ્થાન મેળવી શકી
ટોક્યોઃ ભારતે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) અભિયાનની શરૂઆત કરી દીધી છે. તો પહેલા દિવસે તીરંદાજી (Archery)માં ભારત તરફથી દિપીકા કુમારીએ મહિલા સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં 663 પોઈન્ટની સાથે 9મુ સ્થાન મેળવ્યું છે. દિપીકા કુમારી પહેલા હાફમાં સારી શરૂઆત કરતા ચોથા સ્થાન સુધી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે વધુ સ્કોર ન કરી શકી, જેના કારણે દિપીકા 72 તીરો પછી 9મા સ્થાન પર પહોંચી હતી.
દિપીકા કુમારી (Deepika Kumari) 72 તીર પછી 9મુ સ્થાન મેળવી શકી આ પણ વાંચો-Colombo ODI: ચાહરના બેટે શ્રીલંકાની જીતેલી બાજી હારમાં પલટી, ભારત 2-0થી આગળ
દિપીકાની ટક્કર હવે 27 જુલાઈએ ભૂતાનની બીટી કર્મા સાથે થશે
દિપીકાનો ફાઈનલ સેટ સ્કોર X-10-9-9-9-7 રહ્યો છે. હવે દિપીકા 27 જુલાઈએ મહિલા સિંગલ રિકર્વમાં ભૂટાનની બીટી કર્મા સામે રમશે. આ રાઉન્ડમાં સાઉથ કોરિયાની આન સાને 680 પોઈન્ટ સ્કોર કરીને ઓલિમ્પિક રેકોર્ડની સાથે સાથે પહેલું સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો-જાણો, Tokyo Olympics 2020માં ભારતીય ખેલાડીઓનું શિડ્યુલ, મેચ ટાઈમિંગ અને ડ્રો
બપોરે 4.30 વાગ્યે ઓપનિંગ સેરેમની થશે
બીજી તરફ પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડ (Men's Singles Ranking Round)માં ભારતીય ખેલાડી અતુન દાસ (Atun Das), તરૂણદીપ રાય (Tarundip Ray) અને પ્રવીણ જાધવ (Pravin Jadhav) ભારતીય સમયાનુસાર, સવારે 9.30 વાગ્યે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના પહેલા દિવસે 2 સ્પોર્ટ્સ (Sports), રોઈંગ (Rowing) અને તીરંદાજી (Archery)નું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સમયાનુસાર, સાંજે 4.30 વાગ્યે ઓપનિંગ સેરેમની હશે.
જાણો કેવી છે વિશ્વની નંબર વન તીરંદાજ દિપીકા કુમારીની સફર....