ગુજરાત

gujarat

ETV Bharat / sports

T-20 World Cup: આજે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર

ICC T-20 વર્લ્ડ કપમાં શનિવારે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ(West Indies)નો આગામી મુકાબલો મંગળવારે દક્ષિણ આફ્રિકા (South Africa)સામે થશે.

T-20 World Cup: આજે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર
T-20 World Cup: આજે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર

By

Published : Oct 26, 2021, 9:01 AM IST

વેસ્ટ ઈન્ડિઝનો અને દક્ષિણ આફ્રિકા મંગળવારે દુબઈમાં ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં શનિવારે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું

ગેલ ટીમમાં ઘણો અનુભવી ખેલાડી

દુબઈઃ ICC T-20 વર્લ્ડ કપમાં (ICC T-20 World Cup)શનિવારે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને (England to the West Indies)6 વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના (West Indies)સહાયક કોચ રોડી એસ્ટવિકે કહ્યું, ટીમે સ્વીકાર્યું કે ખરાબ રમતના કારણે મેચ હારી ગઈ હતી.તેણે ખેલાડીઓને કહ્યું કે તેઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરે અને સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપે. વેસ્ટ ઈન્ડિઝનો (West Indies)આગામી સામનો મંગળવારે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai Cricket Stadium)દક્ષિણ આફ્રિકા (South Africa)સામે થશે.

આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

એસ્ટવિકે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ખરાબ મેચ રમવાથી કંઈ થતું નથી. અમારે અમારી શરૂઆતની હાર પર મંથન કરતી વખતે આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પ્રેક્ટિસ સેશનમાં ખેલાડીઓ એકબીજા સાથે સંકલન પણ કરી રહ્યા છે. સાથે જ આગામી મેચોમાં ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે

એસ્ટવિકે કહ્યું, ગમે તે થાય, તમારે ખેલાડીઓનું સમર્થન કરવું પડશે. અમારું કામ ખેલાડીઓને ઉપર ઉઠાવવાનું છે અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું છે તેની ખાતરી કરવાનું છે, જેથી ખેલાડીઓ તેમની રમતનો આનંદ માણી શકે.એસ્ટવિકે ક્રિસ ગેલ વિશે કહ્યું કે, ગેલ ટીમમાં ઘણો અનુભવી ખેલાડી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે તેને નંબર 3 પર મોકલી રહ્યા છીએ જેથી વિરોધી ટીમના સ્પિનરો પર હુમલો કરીને અમે વધુ રન બનાવી શકીએ.

આ પણ વાંચોઃIPLમાં અમદાવાદ અને લખનઉ ટીમની એન્ટ્રી, ખરબોમાં લાગી બોલી...

આ પણ વાંચોઃશમીના બચાવમાં ઉતર્યો સેહવાગ, ઓવૈસીએ કહ્યું- 11 ખેલાડીમાંથી નિશાને મુસ્લિમ જ કેમ?

ABOUT THE AUTHOR

...view details