ગુજરાત

gujarat

ETV Bharat / sports

તરણવીર શ્રીહરિ નટરાજેએ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો, બીજો ગોલ્ડ મેડલ જીત્યો

શ્રીહરિએ પહેલા 100-મીટર બેકસ્ટ્રોકમાં ટોક્યો ઑલિમ્પિક્સ માટે 'બી' વર્ગ હાસિલ કર્યો છે. તેણે પોતે 54.10 સેકન્ડમાં ધ્યેય હાસિલ કર્યું. ત્યારબાદ, 54.07 સેકન્ડમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે માત્ર 0.22 સેકન્ડથી જ ઑલિમ્પિકની 'એ' લાયકાતથી દૂર રહ્યો છે.

તરણવીર શ્રીહરિ નટરાજેએ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો, ઉઝ્બેકિસ્તાનમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો
તરણવીર શ્રીહરિ નટરાજેએ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો, ઉઝ્બેકિસ્તાનમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો

By

Published : Apr 19, 2021, 8:14 AM IST

  • શ્રીહરિનો ઉઝ્બેકિસ્તાન ઑપન ચેમ્પિયનશિપમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ
  • ભારતીય તરવૈયાઓએ આ સ્પર્ધામાં 29 મેડલ જીત્યા
  • શ્રીહરિનો 2 દિવસમાં 3જો રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો

તાશ્કંદ (ઉઝ્બેકિસ્તાન): ભારતના ટોચના તરણવીર શ્રીહરિ નટરાજે 50 મીટરના બેકસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ઉઝ્બેકિસ્તાન ઑપન ચેમ્પિયનશિપમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 20 વર્ષિય તરવૈયાએ ​​25.11 સેકન્ડના સમય સાથે શનિવારે રાત્રે FINA દ્વારા માન્યતા પ્રાપ્ત ઑલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતીય તરવૈયાઓએ આ સ્પર્ધામાં 29 મેડલ જીત્યા, જેમાં 18 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ઓસ્ટાપેન્કો સામેની મેચમાં થોડી પહેલા મેચને અનુકૂળ થઈ હોત તો પરિણામ અલગ હોત: અંકિતા રૈના

શ્રીહરિનો 2 દિવસમાં ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ

શ્રીહરિનો 2 દિવસમાં આ ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ છે. શ્રીહરિએ પહેલા 100-મીટર બેકસ્ટ્રોકમાં ટોક્યો ઑલિમ્પિક્સ માટે 'બી' વર્ગ હાસિલ કર્યો છે. તેણે પોતે 54.10 સેકન્ડમાં ધ્યેય હાસિલ કર્યું. ત્યારબાદ, 54.07 સેકન્ડમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે માત્ર 0.22 સેકન્ડથી જ ઑલિમ્પિકની 'એ' લાયકાતથી દૂર રહ્યો છે. શનિવારે અંતિમ દિવસે કેરળના તરવૈયાએ ​​100 મીટર બટરફ્લાયમાં 53.69 સેકન્ડના સમય સાથે પોડિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હજી સુધી કોઈ ભારતીય તરવૈયાએ ​​ટોક્યો ઑલિમ્પિક માટે 'એ' વર્ગ હાસિલ કર્યું નથી.

આ પણ વાંચો:FIFAએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું

ABOUT THE AUTHOR

...view details