સાનિયા મિર્ઝાની બહેન અનમે અઝહરના પુત્ર અસદ સાથે કર્યા નિકાહ, જૂઓ તસ્વીર - અઝહરના પુત્ર અસદ
હૈદરાબાદ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને ભારતીય કિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસાસુદ્દીન સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા છે. અમને આ જાણકારી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી.
સાનિયા મિર્ઝાની બહેન અનમે અઝહરના પુત્ર અસદ સાથે કર્યા નિકાહ
લગ્નમાં અસદુદ્દીનના સુવર્ણ રંગની શેરવાની અને પાઘડી પહેરેલી હતી. જ્યારે અનમે પર્પલ અને પિંક રંગનો પોષાક પહેર્યો હતો. અનમના લગ્ન અંગે ગત મહિનાથી જ માહોલ બનેલો હતો. લગ્ન પહેલા બેચલર પાર્ટી પણ આપવામાં આવી હતી. જ્યારે મહેંદીની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.