લોસ એન્જલોસ:લોસ એન્જલોસ 2028 સમર ઓલિમ્પિક ગેમ્સનો ઉદઘાટન (Count Down for Olympic 2028) સમારોહ 14 જુલાઈ 2028 ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે. સોમવારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ઈવેન્ટ્સના આયોજકોએ આ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ (PeraOlympic Games Events) 2028 માટેની લોસ એન્જલોસ ઓર્ગેનાઇઝિંગ કમિટીએ જણાવ્યું હતું કે 2028 લોસ એન્જલોસ પેરાલિમ્પિક ગેમ્સ 15 ઓગસ્ટ, 2028ના રોજ શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
આ પણ વાંચો: ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ
અધિકારીએ કહી આ વાત: "આજે LA28 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થાય છે," પાંચ વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને LA28ના મુખ્ય એથ્લેટ ઓફિસર જેનેટ ઇવાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. LA28 ગેમ્સમાં એથ્લેટ્સ અને ચાહકો કેલિફોર્નિયાના સ્ટેડિયમને પસંદ કરશે, સિન્હુઆ એ અહેવાલ આપ્યો છે.