સ્પોર્ટ્સ ડેસ્કઃ ગ્રીસ ઑલિમ્પિક સમિતિએ કહ્યું કે, કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે કોઇ પણ દર્શક ટોકિયો ઑલિમ્પિક ગેમ્સના મશાલ સોંપવાના સમારોહમાં ભાગ લઇ શકશે નહીં. સમિતિએ કહ્યું કે, ગુરૂવારે એથેન્સના સ્ટેડિયમમાં યોજાનારા સમારોહ માટે આપવામાં આવેલા માન્યતા કાર્ડને પણ માન્ય રાખવામાં નહીં આવે. આ સ્ટેડિયમમાં અગાઉ 1896માં ઑલિમ્પિક ગેમ્સ યોજાઇ હતી.
ઑલિમ્પિક ગેમ્સના મશાલ સોંપવાના સમારોહમાં કોઇ પણ દર્શક ભાગ નહીં લઇ શકે - Olympic Games
ઑલિમ્પિક ગેમ્સના મશાલ સોંપવાના સમારોહમાં કોઈ પણ દર્શક ભાગ લઇ શકશે નહીં. આ ઉપરાંત સમિતિએ કહ્યું કે, ગુરૂવારે એથેન્સના સ્ટેડિયમમાં યોજાનારા સમારોહ માટે આપવામાં આવેલા કાર્ડને પણ માન્ય રાખવામાં આવશે નહીં.
ઓલિમ્પિક ગેમ્સ
સમિતિએ વધુમાં કહ્યું કે, સોમવારથી તેમનું કાર્યાલય આગળની નોટિસ સુધી બંધ રહેશે. ઑલિમ્પિકમાં મશાલ પ્રગટાવવાની શરૂઆત 1928મા થઇ હતી અને તે વર્ષે 8માં ઑલિમ્પિકનું આયોજન એમ્સટર્ડમમાં કરાયુ હતું. તે પહેલા શરૂઆતની 7 ઑલિમ્પિકમાં મશાલ પ્રગટાવવામાં આવી નહોતી. એમ્સટર્ડમ ઑલિમ્પિક દરમિયાન પ્રથમ વખત એક ઉંચી મીનાર પર મશાલ પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદથી અત્યારસુધી આ પરંપરા શરૂ રાખવામાં આવી છે.