નવી દિલ્હી:ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરા બર્મિંગહામમાં આગામી કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games 2022) ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક બની શકે છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) 28 જુલાઈથી યોજાનાર ઉદ્ઘાટન (CWG 2022) સમારોહ દરમિયાન (Commonwealth Games Opening Ceremony) 24 વર્ષીય ચોપરાને દેશની ટુકડી તરીકે પસંદ કરી શકે છે.
આ પણ વાંચો:આજે ભગવંત માનના લગ્ન, જાણો તેમની ભાવિ દુલ્હન વિશે આ વાતો
નીરજ ચોપરા ફ્લેગ બેરર: IOS સેક્રેટરી રાજીવ મહેતાએ પીટીઆઈને (Indias Flag Bearer) જણાવ્યું કે, નીરજ ચોપરા ફ્લેગ બેરર હોઈ શકે છે. અમે ઓપનિંગ સેરેમની માટે તેમની ઉપલબ્ધતા વિશે જાણીશું. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનો ક્વોલિફિકેશન રાઉન્ડ 5 ઓગસ્ટે યોજાશે જ્યારે ફાઈનલ 7 ઓગસ્ટે (commonwealth games opening ceremony) યોજાશે. ચોપરા ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં જીતીને ઓલિમ્પિક વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી બીજા ભારતીય બન્યા હતા. તેમનો મેડલ એથ્લેટિક્સમાં દેશનો પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો.