- નીરજ ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ + 6 ના આગામી એપિસોડમાં જોવા મળશે
- છોકરીઓ નીરજ ચોપડા પર ફિદા છે
- કોઈ ઈન્ટરનેટ પર નીરજની ગર્લફ્રેન્ડનું નામ સર્ચ કરી રહ્યું છે તો કોઈ તેના લગ્ન વિશે જાણવા માંગે છે
હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકમાં દેશના ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ નીરજ ચોપડા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન, નીરજ ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ + 6 ના આગામી એપિસોડમાં જોવા મળશે. છોકરીઓ નીરજ ચોપડા પર ફિદા છે અને તેને 'નેશનલ ક્રશ' પણ કહી રહી છે.
એક સવાલ તેમની ગર્લફ્રેન્ડ અને લગ્ન સાથે જોડાયેલો હતો
તાજેતરમાં, નીરજ ચોપડા જ્યારે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 6' ના હોસ્ટ રાઘવ જુયાલ અને અન્ય સ્પર્ધકોએ નીરજ ચોપડાને માત્ર રમુજી પ્રશ્નો પૂછ્યા જ નહીં, પણ તેને ડાન્સ પણ કરાવ્યો હતો. આ દરમિયાન એક રાઘવ જુયાલે નીરજ ચોપડાને કેટલાક એવા મજેદાર સવાલ પૂછ્યા તેનાથી છોકરીઓ અને બાકી લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. આવો જ એક સવાલ તેમની ગર્લફ્રેન્ડ અને લગ્ન સાથે જોડાયેલો હતો.
જૈવલિન જેવી છોકરીના સવાલ પર બોલ્યો નીરજ
નીરજ ચોપડાને જ્યારે પુનીત પાઠકે બધી છોકરીઓ વતી સવાલ પૂછ્યો કે, તેને કયા પ્રકારની છોકરી પસંદ છે. આ સવાલ પર રાઘવ જુયાલે કહ્યું કે જૈવલિન જેવી, તો નીરજ ચોપડા તરત જ બોલ્યો ના, ના એ ઘણી લાંબી થઇ જશે. આટલી લાંબીનું શું કરીશ.
નીરજ ચોપડાને જોઇએ છે આ પ્રકારની છોકરી
ત્યારબાદ તેઓ બતાવે છે કે, તેમના માટે કયા પ્રકારની છોકરી બેસ્ટ રહેશે. નીરજ કહે છે કે, હું કહેવા માંગીશ કે જેવી રીતે હું ખેલાડી છું તો પોતાના કામ પર ફોકસ હોય અને એક-બીજાની રિસ્પેક્ટ હોય. એ વાત ઘણી જરૂરી છે. સાથે તેઓ ફેમિલીની પણ રિસ્પેક્ટ કરે. તેમના માટે એ વાત ઘણી જરૂરી છે અને તેના કારણે મને લાગે છે કે, એ જ છોકરી બેસ્ટ રહેશે.
નીરજ ચોપડાનો ફોન નંબર કયો છે? આપ્યો જવાબ
નીરજ ચોપડાને જ્યારે પૂછવામાં આવ્યું કે, લોકો ઇન્ટરનેટ પર તેમના ફોન નંબર અંગે પણ સર્ચ કરી રહ્યા છે, જે તે હાલમાં ઉપયોગ કરે છે. આના જવાબમાં નીરજ ચોપડા બોલ્યા, જ્યારે મે રમવાનું શરૂ કર્યું હતું, તો મારા કાકાએ મને તેમનો નંબર આપ્યો હતો, સાચું કહું તો મારી પાસે અત્યારસુધી એ જ નંબર છે. હું કોશિશ કરું છું કે, જે પણ મને મેસેજ કરશે, એ બધાને હું રિપ્લાય કરીશ, પણ હાલ એ પોસિબલ નથી. તેથી મે એ નંબર ઓલમ્પિકના એક વર્ષ પહેલા બંધ કરીને રાખ્યો છે અને અત્યારસુધી ચાલુ કર્યો નથી, કારણ કે, જો હું ખોલીશ તો જોઇ લઇશ પણ રિપ્લાય નહી કરી શકું. તેથી મે હજું સુધી ખોલ્યો નથી.