ગુજરાત

gujarat

ETV Bharat / sports

બોક્સર સુમિત સાંગવાનને મોટી રાહત, NADAએ એક વર્ષનો પ્રતિબંધ હટાવ્યો - વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી

ભારતના સ્ટાર બોક્સર અને પૂર્વ એશિયન રજત પદક વિજેતા સુમિત સાંગવાન પર લાગેલા એક વર્ષનો ડોપિંગ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. સોમવારે રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા થયેલી સુનાવણીમાં તેમણે સાબિત કર્યું કે, અજાણતામાં તેમણે એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. જે બાદ આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

nada
બોક્સર

By

Published : Mar 3, 2020, 1:17 PM IST

નવી દિલ્હીઃ વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા) 2019 પ્રતિબંધિત યાદી પ્રમાણે એસિટાઝોલમાઈડ જેવી પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સુમિત સાંગવાને તેનું સેવન કર્યું હતું. જે બાદ તેમણે નિયમ પ્રમાણે ડિસેમ્બર 2019માં એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

બોક્સર સુમિત સાંગવાન

ભારતના સ્ટાર બોક્સર સુમિત સાંગવાને સુનાવણી બાદ પોતાના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ કહ્યું કે, રાહત અનુભવી રહ્યો છે. મારા ખભા પરથી મોટો ભાર ઓછો થયો છે. મને ખબર હતી કે, હું દોષી નથી. સુમિત સાંગવાને કહ્યું કે, મને ખુશી છે કે, હું પોતાને સાબિત કરી શક્યો.

ઉલ્લેખનીય છે કે, 2012 ઓલિમ્પિકમાં ભાગ લેનાર 27 વર્ષીય બોક્સર આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ નહીં લઇ શકે, કારણે સુમિત સાંગવાન પ્રતિબંધ બાદ ટ્રાયલમાં સામેલ થવાનું ચૂકી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details