દોહાઃ કતારની રાજધાની દોહામાં આગામી 8 માર્ચે યોજાનારી સીઝનની પ્રથમ મોટોજીપી રેસ કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ મોટરસાઇકલિંગ ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઈટલી અને કતાર સહિત કેટલાય દેશો વચ્ચે મુસાફરી પર પ્રતિબંધને કારણે લોસૈલ સર્કીટ પર થનારી રેસ નહીં યોજવામાં આવે.
જોકે, IMFએ વધુમાં કહ્યું કે, મોટો 2 અને મોટો 3 વિશ્વ ચેમ્પિયનશિપ રેસ સમયસર જ યોજાશે અને તે માટે બધી ટીમના રાઈડર્સ પહેલા જ આયોજન સ્થળ પર પહોંચી ગ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં આશરે 86 હજાર લોકો કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં લગભગ 3 હજાર લોકો કોરોના વાયરસના કારણે મુત્યુ પામ્યા છે.