નવી દિલ્હીઃ ICC ODI રેન્કિંગમાં નંબર-1 ભારતીય ટીમ બન્યા બાદ હવે ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર બની ગયો છે. બોલ્ટ અને હેઝલવુડને પાછળ છોડી દીધા છે.
મોહમ્મદ સિરાજ બન્યો વિશ્વનો ઝડપી બોલર:તાજેતરમાં જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં સિરાજ 729 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ 727 પોઈન્ટ સાથે બીજા અને ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 708 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. 28 વર્ષીય મોહમ્મદ સિરાજે 15 જાન્યુઆરી 2019ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ મેચમાં વન ડેમાં ડેબ્યુ કર્યું હતું.
આ પણ વાંચો:Ind Vs Nz: ભારતીય ખેલાડીઓના ફેન બન્યા માઈકલ વોન, કહ્યું- વર્લ્ડ કપની હોટ ફેવરિટ ટીમ
ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 21 વનડે રમી: મોહમ્મદ સિરાજે વર્ષ 2022માં ભારત માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. તાજેતરમાં તેણે શ્રીલંકા શ્રેણીમાં 9 અને ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 5 વિકેટ ઝડપી હતી. જોકે ન્યૂઝીલેન્ડ સિરીઝની ત્રણ મેચમાંથી તેણે માત્ર 2 મેચ રમી હતી. ક્રિકઇન્ફો અનુસાર સિરાજે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 21 વનડે રમી છે. ભારતીય બોલરોની ODI રેન્કિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યા 80માં સ્થાને છે. યુઝવેન્દ્ર ચહલ 39માં સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ છેલ્લી વનડેમાં 3 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બનેલો શાર્દુલ ઠાકુર હવે 35મા સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહ 24મા અને મોહમ્મદ શમી 32મા સ્થાને છે. બોલર કુલદીપ યાદવ 20મા સ્થાન પર છે.
આ પણ વાંચો:IND vs NZ Live Score: ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને આપી માત
ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર:મોહમ્મદ સિરાજને તેની શાનદાર બોલિંગ માટે 2022માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના સિવાય ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ICC દ્વારા 24 જાન્યુઆરીએ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બે ભારતીય ખેલાડીઓને પુરુષ ટીમમાં અને ત્રણને મહિલા ટીમમાં સ્થાન મળ્યું છે. મેન્સ ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમની કપ્તાની પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને સોંપવામાં આવી છે.