- જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો જલવો
- ભારતીય મહિલા શૂટર્સે જીત્યો ગોલ્ડ મેડસ
- અમેરિકાની ટીમને 16-4થી હરાવી ગોલ્ડ જીત્યો
- મનુ ભાકર, નામ્યા કપૂર અને રિધમ સાંગવાનનું યશસ્વી પ્રદર્શન
લીમા (પેરુ): મનુ ભાકરની (Manu Bhaker) આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (Junior World Championships) 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ (Gold Medal ) જીત્યો છે. મનુ ભાકર, નામ્યા કપૂર (Naamya Kapoor ) અને રિધમ સાંગવાનની (Rhythm Sangwan ) ત્રિપૂટીએ ફાઇનલમાં અમેરિકાની ટીમને 16-4થી હરાવીને ચેમ્પિયન બન્યાં છે. તો ફ્રાન્સે યુક્રેનને 17-7થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધીની ઇવેન્ટમાં કુલ 17 મેડલ (9 ગોલ્ડ, 6 સિલ્વર, 3 બ્રોન્ઝ) સાથે ટેબલમાં ટોચ પર છે.
14 વર્ષની નામ્યાએ તમામને આશ્ચર્યમાં મૂક્યાં
પુરુષ શૂટરોમાં આદર્શ સિંહે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ પહેલાં 14 વર્ષીય નામ્યા કપૂરે ભારતની જ મનુ ભાકર સહિત તમામ શૂટર્સને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. તેને લીમામાં લાસ પાલ્માસ શૂટિંગ રેન્જમાં જુનિયર મહિલા 25 મીટર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.