મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ(irfan pathan) અને તેમના પરિવારને બુધવારે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. ઇરફાન પઠાણ એશિયા કપ 2022મા કોમેન્ટ્રી પેનલમાં સામેલ થવા માટે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો
આ પણ વાંચોઃઆગામી યોજાનારી T20 વર્લ્ડ કપ માટે અનરિઝર્વ્ડ ટિકિટો ઉપલબ્ધ
ઇરફાનની સાથે આ દરમિયાન તેમની પત્ની અને બે બાળકો પણ હતા. ઇરફાન પઠાણ બુધવારે દુબઇ જવા માટે મુંબઇ એરપોર્ટ પર પહોંચે છે. ઇરફાન અને તેમના પરિવારને ચેક-ઇન કાઉન્ટર પર દોઢ કલાક સુધી રોકી રાખવામાં આવ્યો હતો. ઈરફાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ઇરફાને જણાવ્યું હતું કે, બુધવારે દુબઈ જવા માટે મુંબઈ એરપોર્ટ પહોચ્યો હતો. એ સમયે ચેક-ઇન કાઉંટર પર મારી સાથે ખરાબ બર્તાવ કરવામાં આવ્યું. મારી કન્ફર્મ ટિકિટ હતી છતાં મને તેના માટે કાઉંટર પર દોઢ કલાક સુધી રાહ જોવી પડી. હું અને મારી પત્ની, એક 8 મહિનાનું અને એક 5 વર્ષનું બાળક પણ હતું.
આ પણ વાંચોઃગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ
ઇરફાન પઠાણની ફરિયાદ પર એરલાઈન્સે (AirLines) ઘટના વિશે માહિતી માંગી અને ટ્વીટ કરી માફી માગી. આદરણીય પઠાણ, અમને તમારા અનુભવ વિષે સાંભળી, દુઃખ અમે ખેદ પ્રગટ કરીએ છીએ અમે જેની અમે તપાસ કરીશું. એશિયા કપ 2022 ભારતનો મુકાબલો 28 ઓગસ્ટે તેનું હરીફ પાકિસ્તાન સાથે થશે અને અભિયાનની શરૂઆત કરશે.આ કપમાં કુલ છ દેશ ભાગ લેશે, એશિયા કપની શરૂઆત 27 ઓગષ્ટે થશે.પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપ 2022 માં કુલ 13 મુકાબલા રમાશે,ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.