ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ઓડિશાના CMએ ટીમને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામથી સન્માનિત કર્યા - રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2021

ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં એશિયા રગ્બી અંડર 18 રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2021 યોજાઈ હતી, જેમાં ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો ભારતીય ટીમની આ સિદ્ધિ બદલ ઓડિશાના મુખ્યપ્રધાને આજે ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમને સન્માનિત કરી હતી.

ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ઓડિશાના CMએ ટીમને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામથી સન્માનિત કર્યા
ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ઓડિશાના CMએ ટીમને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામથી સન્માનિત કર્યા

By

Published : Sep 24, 2021, 10:58 AM IST

  • ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે એશિયા રગ્બી અંડર 18 રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો
  • ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં એશિયા રગ્બી અંડર 18 રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2021 યોજાઈ હતી
  • ભારતીય ટીમની આ સિદ્ધિ બદલ ઓડિશાના મુખ્યપ્રધાને આજે ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમને સન્માનિત કરી હતી

ભૂવનેશ્વરઃ ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં એશિયા રગ્બી અંડર 18 રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2021 યોજાઈ હતી, જેમાં ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો ભારતીય ટીમની આ સિદ્ધિ બદલ ઓડિશાના મુખ્યપ્રધાને આજે ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમને સન્માનિત કરી હતી. મુખ્યપ્રધાને ટીમને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાન પટનાયકે ખેલાડીઓ સાથે વાતચીત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો.

ભારતીય ટીમની આ સિદ્ધિ બદલ ઓડિશાના મુખ્યપ્રધાને આજે ભારતીય અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમને સન્માનિત કરી હતી

5 દેશે ચેમ્પિયનશિપમાં લીધો હતો ભાગ

આ ચેમ્યિનશિપમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, સંયુક્ત અરબ અમિરાત, ભારત અને હોસ્ટ ઉઝ્બેકિસ્તાન સહિત સમગ્ર એશિયાના કુલ 5 દેશે ભાગ લીધો હતો. ટીમને તેમની સફળતા અંગે શુભેચ્છા આપતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે, તમે બધા સારું રમ્યા હતા. તમે ગોલ્ડ મેડલ ચૂકી ગયા, પરંતુ આ ઉપલબ્ધીથી પણ અમને ઘણો ગર્વ છે. તમે ધૈર્ય, ગતિ, કૌશલ અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે. મને વિશ્વાસ છે કે, આગામી વર્ષોમાં અનેક નવી યાત્રાની શરૂઆત છે. તમે બધા ઈતિહાસ રચશો.

નવીન પટનાયકે ટીમને આપવામાં આવેલી સ્પોન્સરશિપ અને સપોર્ટના વખાણ કર્યા

આપને જણાવી દઈએ કે, આ ઓલિમ્પિક ભારતીય પુરુષ હોકી ટીમના બ્રોન્ઝ મેડલ જીત્યા પછી નવીન પટનાયકે ટીમને આપવામાં આવેલી સ્પોન્સરશિપ અને સપોર્ટના વખાણ કર્યા હતા. પટનાયકે સહારા ઈન્ડિયા દ્વારા હોકી ટીમથી સ્પોન્સરશિપ પરત લીધા પછી આગામી 10 વર્ષ માટે પુરુષ અને મહિલા બંને ટીમને પોતાના રાજ્ય તરફથી સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી. તે દરમિયાન રાજ્યએ અનેક હોકી ઈવેન્ટ્સને પણ હોસ્ટ કરી અને બંને ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃઅભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ

આ પણ વાંચોઃટી-20 વર્લ્ડ કપનું ધમાકેદાર એન્થમ લોન્ચ, વિરાટ અને રાશિદ જોવા મળ્યા નવા અવતારમાં

ABOUT THE AUTHOR

...view details