નવી દિલ્હીઃ ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ બુધવારના રોજ જણાવ્યું કે, તેમને ઓલમ્પિક-2028માં પદક મેળવવાની હરિફામાં ટોપ-10માં લાવવાનું લક્ષ્ય નક્કિ કરવામાં આવ્યું છે. તેના માટે સરકારે પ્રતિભાખોજ કાર્યક્રમની શરૂઆત કરી છે. સરકાર દેશના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિભા ધારક ખેલાડીઓની શોધ કરશે.
કિરણ રિજિજૂનું મોટુ એલાન, કહ્યું- ઓલમ્પિક 2028માં ભારતને ટોપ-10માં લાવવાનું લક્ષ્ય - ખેલ પ્રધાન કિરણ રિજ્જૂ
ખેલ પ્રધાન કિરણ રિજિજૂ બુધવારના રોજ જણાવ્યું કે, અમે ઓલમ્પિક-2028માં ભારતને પદક મેળવવાની હરિફાઇમાં ટોપ-10માં લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્ય મુશ્કેલ છે પણ અસંભવ નથી.
કિરેન રિજ્જૂનું મોટુ એલાન, કહ્યું- ઓલમ્પિક 2028માં ભારતને ટોપ 10માં લાવવાનું લક્ષ્ય
વધુમાં ઉમેર્યું કે, કોરોના વાઇરસ બાદ સરકાર દરેક રમત માટે ટીમ બનાવશે, જેમાં જુના અને નવા કોચોનો સમાવેશ કરવામાં આવશે, જે પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરશે.
આ ટીમ દેશના દરેક શહેરમાં પહોચશે, અને પ્રતિભાશાળી ખેલાડિયોની તપાસ કરશે, હજી આપળી પાસે તૈયારી કરવા માટે 8 વર્ષનો સમય છે. મને વિશ્વાસ છે કે ભારત ટોપ-10માં સમાવેશ થશે.