દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ફ્રાન્સે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું.(FRANCE VS POLAND ) આ જીત સાથે ફ્રાન્સ સતત ત્રીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. ફ્રાન્સ માટે આ મેચમાં યુવા સ્ટાર કિલિયન એમબાપ્પે બે ગોલ કર્યા હતા. અનુભવી ઓલિવિયર ગીરોડે ગોલ કર્યો હતો. ફ્રાન્સ વર્લ્ડ કપના ઈતિહાસમાં નવમી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે.
પોલેન્ડ માટે રોબર્ટ લેવાન્ડોસ્કીએ ગોલ કર્યો: પોલેન્ડ માટે એકમાત્ર ગોલ રોબર્ટ લેવાન્ડોસ્કીએ કર્યો હતો. (FIFA World Cup 2022 )મેચના અંતે તેને પેનલ્ટી પર ગોલ કરવાની તક મળી હતી. તે પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ ફ્રેન્ચ ખેલાડીઓની ભૂલને કારણે રેફરીએ તેને ફરીથી પેનલ્ટી લેવાનું કહ્યું હતું. આ વખતે લેવાન્ડોવસ્કી ચૂક્યો ન હતો અને તેણે વર્લ્ડ કપમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. કિલિયન એમ્બાપેએ મેચનો બીજો ગોલ કર્યો. તેણે 74મી મિનિટે શાનદાર ગોલ કર્યો હતો. તેણે ઓસમાન ડેમ્બેલેના પાસ પર બોલને ગોલપોસ્ટમાં નાખ્યો. ફ્રાન્સની ટીમ પોલેન્ડ સામે 2-0થી આગળ છે.
સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી:ઓલિવર ગિરોડે પોલેન્ડ સામે પહેલો ગોલ કરતાંની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ફ્રાન્સ માટે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો. તેણે થિએરી હેનરીના 51 ગોલને પાછળ છોડી દીધા.
ફ્રાન્સ માટે ટોચના 10 ગોલસ્કોરર્સ
1. ઓલિવિયર ગીરોડ 52 ⚽
2. થિયરી હેનરી 51 ⚽
3. એન્ટોઈન ગ્રીઝમેન 42 ⚽
4. મિશેલ પ્લેટિની 41 ⚽