ચેન્નાઈઃભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે FIDE વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવા માટે સોમવારે ટાઈ-બ્રેક સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયાનો કારુઆનાને હરાવ્યા બાદ દેશના ચેસ પ્રેમીઓ જૂમી ઉઠ્યા હતા. ભારતીય ખેલાડીના શાનદાર પ્રદર્શન પર સમગ્ર દેશને ગર્વ છે. આવી સિદ્ધિ મેળવનાર તે બીજો ખેલાડી બની ગયો છે. હવે ફાઇનલમાં પ્રજ્ઞાનંદનનો સામનો વિશ્વના નંબર વન ખેલાડી અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે થશે.
મોટી બહેન પાસેથી પ્રેરણાઃભારતીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ વિશે એવું કહેવાય છે કે, પ્રજ્ઞાનંદે તેમની મોટી બહેનથી પ્રભાવિત થઈને ચેસ રમવાનું શરૂ કર્યું હતું. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેણે ચેસને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું શરૂ કર્યું. આ માટે તે તેની મોટી બહેન વૈશાલીને બધો જ શ્રેય આપે છે, જેમણે આ રમત રમેશબાબુ પ્રગનાનંદને ન માત્ર શીખવી હતી પરંતુ તેમને આ રમતમાં ટીવી પર કાર્ટૂન જોવામાં સમય પસાર કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા.