હૈદરાબાદ: ભારતીય સ્ટાર એથ્લીટ દુતી ચંદે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોરોના વાઇરસને કારણે તેઓએ ઓલિમ્પિક માટે નવી તૈયારી કરવી પડશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે તે પરિવાર સાથે સમય વિતાવીને ખુશ છે.
તેમને જ્યારે લોકડાઉનના દિવસો કેવા રહ્યાં તેમ પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, COVID-19 રોગચાળા પહેલા, હું હંમેશાં એક રાજ્યથી બીજા રાજ્યમાં વિવિધ પ્રોગ્રામ્સમાં ભાગ લેવા સફર કરતી હતી. જેના કારણે મારી પાસે પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય ન હતો. પણ લોકડાઉન જેના કારણે વિશ્વભરની તમામ રમતો કાં તો સ્થગિત અથવા મુલતવી રાખવામાં આવી છે. તે મારા માટે એક વરદાન સાબિત થયું કારણ કે હવે હું મારા પરિવાર સાથે જ છુ અને તેમની સાથે સમય પસાર કરવામાં સક્ષમ છું.
કોરોના વાઇરસને કારણે જ્યારે બ્રેક મળ્યો છે તેના વિશે જ્યારે તમને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, હકીકતમાં તે મારા માટે યોગ્ય પણ રહ્યું અને ઘણું નુકસાન કારક પણ રહ્યું. એક તરફ, હું મારા પરિવાર સાથે વધુ સમય રહી તેથી ખુશ પણ છું. પરંતુ તેનુ પણ દુઃખ છે કે, હવે ટોક્યો ગેમ્સ માટેની મારી બધી તૈયારીઓ બરબાદ થઈ ગઈ છે. માર્કી ઇવેન્ટની તૈયારી માટે મેં જે રોકાણ કર્યુ હતું તે પૈસા પણ પાછા મને મળશે નહીં.