ગુજરાત

gujarat

ETV Bharat / sports

CWG 2022: પુનિયાની 'ઇનામ' પર જીત, ભારતમાં ઝળહળ્યો ગોલ્ડન 'દીપક' - બજરંગ પુનિયા

શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજોએ ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા હતા. ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં (commonwealth Games 2022) અત્યાર સુધીમાં 26 મેડલ જીત્યા છે. જેમાં નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

CWG 2022: દિપકે પુનિયાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
CWG 2022: દિપકે પુનિયાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ

By

Published : Aug 6, 2022, 10:02 AM IST

Updated : Aug 6, 2022, 11:42 AM IST

બર્મિંગહામ:દીપક પુનિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીનો સૌથી યાદગાર ગોલ્ડ મેડલ (Deepak Punia won gold medal) અપાવ્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવ્યો હતો. ઇનામ સામે પૂનિયાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાની રેસલરને એક પણ તક આપી ન હતી. દીપકે આ મેચ 3-0થી જીતી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં દીપક પુનિયાનો આ પહેલો મેડલ છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 26 મેડલ જીત્યા છે. જેમાં નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:CWG 2022: પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં પહોંચી ભાવિના, દીપક અને બજરંગ પુનિયા પણ કુસ્તીમાં કરી શાનદાર શરૂઆત

કુસ્તીમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ:આ સાથે જ ભારતે કુસ્તીમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. પહેલા બજરંગ પુનિયાએ ફાઇનલમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો અને ત્યારબાદ દેશની દીકરી સાક્ષી મલિકે ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વર્ગમાં કેનેડાની અન્ના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષીએ ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વર્ગમાં કેનેડાની અન્ના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવ્યો હતો. સાક્ષીએ પહેલા વિરોધી ખેલાડીને ફટકારીને ચાર પોઈન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ પિનબોલથી જીત મેળવી. સાક્ષીએ અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) સિલ્વર-2014 અને બ્રોન્ઝ મેડલ-2018 જીત્યો હતો.

Last Updated : Aug 6, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details