નવી દિલ્હી:એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Athletics Federation of India) દ્વારા 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય જેવલિન દિવસની (National Javelin Day) ઉજવણી કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતનાર એથ્લેટ નીરજ ચોપરાના સન્માનમાં દેશમાં પ્રથમ વખત જેવલિન ડે ઉજવવામાં આવશે. જેવલિન થ્રો ડે ઉજવવાની પહેલ જેવલિન થ્રો ચેમ્પિયન અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના ગામ ખંડારામાં કરવામાં આવી હતી. જેનું આયોજન ગ્રામજનો, ખેલાડીઓ અને કોચ વતી કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશભરમાંથી જેવલિન પ્લેયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:CWG 2022: પુનિયાની 'ઇનામ' પર જીત, ભારતમાં ઝળહળ્યો ગોલ્ડન 'દીપક'
પ્રથમ વખત જેવલિન ડેની ઉજવણી:યુવાનોને જેવલિન થ્રોની રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વખત જેવલિન ડેની ઉજવણી (Celebrating Javelin Day) કરવામાં આવી રહી છે. આ માટે, 7 ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે, નીરજ ચોપરાએ ગયા વર્ષે 7 ઓગસ્ટે જ ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 23 વર્ષીય ચોપરા શનિવારે ટોક્યોમાં વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર માત્ર બીજો ભારતીય બન્યો, જ્યારે તેણે 87.58 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો.
આ પણ વાંચો:CWG 2022: ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું, હવે બ્રોન્ઝ માટે આ દેશ સાથે રમશે મહિલા હૉકી ટીમ
ભાલા ફેંક સ્પર્ધાઓ યોજશે:AFIના (Athletics Federation of India) આયોજન પંચના અધ્યક્ષ લલિત ભાનોટે એથ્લેટ્સના સન્માન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, ભાલા ફેંકને પ્રોત્સાહિત કરવા માટે, અમે 7 ઓગસ્ટને રાષ્ટ્રીય જેવલિન દિવસ તરીકે ઉજવીશું અને આગામી વર્ષથી અમારા સંલગ્ન એકમો પોતપોતાના રાજ્યોમાં ભાલા ફેંક સ્પર્ધાઓ યોજશે. AFIએ 2018માં નેશનલ ઓપન જેવલિન થ્રો ચેમ્પિયનશિપ શરૂ કરી હતી અને તેની ત્રીજી આવૃત્તિ આ વર્ષે ઓક્ટોબરમાં સુનિશ્ચિત કરવામાં આવી છે.