ગુજરાત

gujarat

ETV Bharat / sports

Covid 19: અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાઇ રાષ્ટ્રીય રમત - 36મી નેશનલ ગેમ્સ

પહેલા પણ કેટલીય વાર સ્થગિત થયેલા 36મા રાષ્ટ્રીય રમત કોરોના વાઇરસ મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ ખેલ ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં યોજાવાનો હતો.

Etv Bharat, Gujarati News, Goa National Games, Covid 19
36th Goa National Games postponed indefinitely due to COVID-19

By

Published : May 29, 2020, 10:15 AM IST

નવી દિલ્હીઃ ગોવાના ખેલ પ્રધાન બાબૂ અજગાંવકરે 36મા રાષ્ટ્રીય રમતને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ઓલ્મ્પિક સંઘ (આઇઓએ) ના અધ્યક્ષ નરિંદર બત્રાએ ગુરૂવારે અજગાંવકરનું નિવેદન શેર કરીને આ માહિતી આપી હતી.

ગોવા નેશનલ ગેમ્સ

આ રમત લાંબા સમયથી સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ આશા હતી કે આ વર્ષે ઓક્ટોબરમાં તેનું આયોજન થશે. જો કે, કોરોના વાઇરસને કારણે હાલની સ્થિતિને ધ્યાને રાખીને મેજબાન ગોવાએ આ ખેલને મુલતવી કરવાનો નિર્ણય કર્યો છે.

બત્રાએ શેર કરેલા નિવેદનમાં અજગાંવકરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રીય રમતોની આયોજક સમિતિએ કોવિડ -19 ને કારણે આ રમતો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સમિતિની બેઠક સપ્ટેમ્બરના અંતમાં થશે અને આગામી રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે તારીખો પર ચર્ચા કરવામાં આવશે. સરકાર આ અંગે કેન્દ્રીય રમત મંત્રાલયની સલાહ લેશે, રમતોનું આયોજન કરવા માટે ચાર મહિનાનો સમય જરૂરી રહેશે. " તે છેલ્લે 2015 માં કેરળમાં યોજાયું હતું.

વધુમાં જણાવીએ તો આ રમત ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં યોજાવાની હતી. ભારતીય ઓલ્મ્પિક સંઘે હાલમાં જ ગોવા સરકારને કહ્યું હતું કે, તે આ વર્ષે 20 ઓક્ટોબરથી ચાર નવેમ્બરની વચ્ચે રાષ્ટ્રીય રમતોનું આયોજન કરે.

ABOUT THE AUTHOR

...view details