ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોમનવેલ્થ ગેમ્સ-2022ઃ ભારત આ બે રમતની મેજબાની કરશે - કોમનવેલ્થ ગેમ્સ ન્યૂઝ

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)એ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહના એક અઠવાડિયા બાદ CGF મેડલ ટેબલની જાહેરાતની જાહેરાત કરશે. જેમાં ચંદીગઢમાં 2020 યોજાનાર શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશીપના મેડલ પણ સામેલ કરવામાં આવશે. જે બાદ અંતિમ રેન્કિગ જાહેર કરવામાં આવશે.

Commonwealth
ભારત

By

Published : Feb 25, 2020, 8:16 AM IST

નવી દિલ્હી: ભારત 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશીપની મેજબાની કરશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CJF)એ સોમવારે આ વાતની જાણકારી આપી હતી. CGFએ કહ્યું કે, આ બંને ચેમ્પિયનશીપમાં જીતેલા મેડલને બર્મિઘમમાં 2022માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની મેડલની યાદીમાં સામેલ કરવમાં આવશે.

ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેજબાની કરશે

આ બંને ગેમ્સ જાન્યુઆરી 2022માં ચંદીગઢમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ બર્મિઘમમાં 27 જુલાઈથી 7 ઓગસ્ટની વચ્ચે રમાશે. શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશીપમાં જીતેલા મેડલને કોમેનવેલ્થ ગેમ્સમાં રમાયા બાદ એક અઠવાડિયામાં મડેલ યાદીમાં જોડવામાં આવશે.

ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેજબાની કરશે

ગત વર્ષે નવેમ્બર CGF અધ્યક્ષ લુઈસે માર્ટિન અને મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ ગ્રેવેમબર્ગે ભારતનો પ્રવાસ કર્યો હતો. જે બાદ ભારતીય ઓલિમ્પિક સંઘે (IOA) પોતાનો બહિષ્કાર કરવાની ધમકી પાછી લીધી હતી. સરકારે IOAના કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશીપના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. માર્ટિને મંજૂરી મળ્યા બાદ કહ્યું હતું કે, ભારતના આ નિર્ણયથી ઘણો ખુશ છું.

ABOUT THE AUTHOR

...view details