નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે (Indian hockey team) ગયા વર્ષે યોજાયેલીટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic 2020) ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે લાંબા સમય બાદ ઓલિમ્પિક મેડલ મેળવ્યો છે. કેપ્ટન મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. જેમાં ઓલિમ્પિકમાં ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશનું પ્રદર્શન પણ વખાણને પાત્ર રહ્યું હતું. આ અંતર્ગત શ્રીજેશનું સન્માન કરવામાં આવશે.
હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ એવોર્ડ માટે રેસમાં
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ પ્રતિષ્ઠિત વર્લ્ડ ગેમ્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ (World Games Athlete of the Year) માટે રેસમાં છે. ઓનલાઈન વોટિંગ પ્રક્રિયા પછી વિજેતાના નામ ઘોષિત કરાશે. મતદાનની પ્રક્રિયા 10 જાન્યુઆરીથી શરૂ થશે અને 31 જાન્યુઆરી સુધી ચાલશે. FIHના વર્ષ 2021માં સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે પસંદ કરેલા અને ત્રણ વખત ઓલિમ્પિયનમાં શ્રીજેશ 240 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
શ્રીજેશને એવોર્ડ મળશે તો એવોર્ડ મેળવનાર દેશનો બીજો હોકી ખેલાડી
જણાવીએ કે, છેલ્લા 12 મહિના તેના માટે શ્રેષ્ઠ રહ્યા હતા અને તેણે ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવામાં ટીમને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો શ્રીજેશને આ એવોર્ડ મળ્યો છે, તો તે આ એવોર્ડ મેળવનાર દેશનો બીજો હોકી ખેલાડી હશે.
રાની રામપાલ વર્ષ 2020માં આ એવોર્ડ જીતનારી પ્રથમ હોકી ખેલાડી