ગુજરાત

gujarat

COVID-19: હોકી ઈન્ડિયાએ 25 લાખનું યોગદાન આપ્યું

By

Published : Apr 2, 2020, 12:08 PM IST

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્તાક અહમદે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો સર્વસમ્મતિથી નિર્ણય લીધો છે.

ETV BHARAT
COVID-19: હોકી ઈન્ડિયાએ 25 લાખનું યોગદાન આપ્યું

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ કોરોના વાઇરસ મહામારી વિરુદ્ધ લડાઇમાં પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાના યોગદાનનો નિર્ણય લીધો છે.

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્કાત અહમદે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, સંકટના આ વિકટ સમયમાં એકજુટ થઇને જવાબદાર નાગરિકોને પોતાના કર્તવ્યોનું પાલન કરવાની જરૂર છે. હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો સર્વસમ્મતિથી નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, દેશના લોકો પાસેથી હોકીને હંમેશા પ્રેમ અને સમર્થન મળ્યું છે અને અમે આપણા દેશના નાગરિકોને આ મહામારીમાં વિજેતાના રૂપે જોવા માટે અમારાથી થતું બધું કરવા તૈયાર છીંએ.

પ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે, હું હોકી ઈન્ડિયાનો આભાર વ્યક્ત કરૂં છું. કારણ કે, તેમણે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

હોકી ઈન્ડિયા ઉપરાંત અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘે પણ કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઇમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઇરસના અત્યાર સુઘી 1,600 કેસ સામે આવ્યા છે અને 50 લોકોનાં મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details