ગુજરાત

gujarat

ETV Bharat / sports

મહાન હૉકી ખેલાડી બલબીર સિંહ ખુલ્લરનું અવસાન

ભારતીય હૉકી ટીમના પૂર્વ ખેલાડી બલબીર સિંહ ખુલ્લરનું રવિવારે અવસાન થયું છે. તે 77 વર્ષના હતા.

ETV BHARAT
મહાન હૉકી ખેલાડી બલબીર સિંહ ખુલ્લરનું અવસાન થયું

By

Published : Mar 1, 2020, 9:08 PM IST

નવી દિલ્હી: ભારતીય હૉકી ટીમના પૂર્વ ખેલાડી બલબીર સિંહ ખુલ્લર મેક્સિકો સિટીમાં 1968માં આયોજીત ઑલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારા ભારતીય ટીમના સભ્ય હતા.

હૉકી ઈન્ડિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ અંગે જાણકારી આપી છે. હૉકી ઈન્ડિયાએ ખુલ્લરના અવસાન પર દુ:ખ વ્યક્ત કરી કહ્યું કે, અમે તેમના પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના પ્રકટ કરીએ છીંએ. હૉકી ઈન્ડિયા તરફથી અમારા વિચાર અને પ્રાથના આ દુઃખના સમયે શ્રી બલબીર સિંહ ખુલ્લરના પરિવાર અને મિત્રો સાથે છે.

હૉકી ઈન્ડિયાનું ટ્વીટ

ખુલ્લરનો જન્મ જલંધર જિલ્લામાં થયો હતો. 1963માં ફ્રાન્સના લિયોનમાં ખુલ્લરે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. તેઓ પોતાના ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન ફૉરવર્ડ પોઝીશનમાં રમ્યા હતા.

1968ની ઑલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા ઉપરાંત ખુલ્લર 1966માં બેન્કૉક એશિયાઈ રમતમાં ગોલ્ડ જીતનારી ટીમના સભ્ય પણ રહ્યા હતા. વર્ષ 1999માં ખુલ્લરનું અર્જૂન પુરસ્કાર અને 2009માં પદ્મ શ્રીથી સમ્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details