ટયૂરિયન : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના પ્રતિસ્પર્ધી લિયોનલ મેસ્સીથી એક પગલું આગળ ભરતા ગોલ્ડન ફુટ એવોર્ડ પર કદમ આગળ વધાર્યું હતુ.વર્ષોથી પુર્તગાલી સુપરસ્ટાર અને બાર્સિલોનાએ લીજેન્ડ મેસ્સી વચ્ચે ફુટબોલના ટોપ એવોર્ડસને લઈ જંગ જોવા મળી છે.વર્તમાનમાં મેસ્સીને પછાડતા રોનાલ્ડોએ અત્યારસુધીમાં 5 બૈલન જી જીત્યા છે. તો મેસ્સીના નામે 6 બૈલન ડી પોતાને નામ કર્યા છે, પરંતુ આ વખતે રોનાલ્ડોએ આ પુરસ્કાર જીત્યો છે. જે હજુ મેસ્સીએ જીત્યો નથી.
VIDEO: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જીત્યો ગોલ્ડન ફુટ એવોર્ડ, જાણો શું એવોર્ડની ખાસિયત - રમતગમતનાસમાચાર
ગોલ્ડન ફુટ- જે પ્રથમ વખત 2003માં શરુ કર્યો હતો. 28 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ માટે આ પુરસ્કાર છે. જે માત્ર એક જ વખત જીતી શકે છે.
મહિનાની શરુઆતમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, યુવેન્ટસ સ્ટાર ગોલ્ડન ફુટ એવોર્ડનો નવીનતમ પ્રાપ્તકર્તા હશે.ગોલ્ડન ફુટ જે પ્રથમ વખત 2003માં શરુ કર્યો હતો. 28 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ માટે એક પુરસ્કાર છે. માત્ર એક જ વખત જીતી શકાય છે.આ પુરસ્કાર રોબર્ટો બૈગિઓ, એલસેન્ડ્રો ડેલ પિએરો અને રોનાલ્ડિન્હો જેવા ખેલાડીઓએ આ એવોર્ડ જીત્યો છે.
પરંપરા અનુસાર રોનાલ્ડોએ સીમેન્ટમાં તેમના પગ રાખી કંક્રોટીની ટાઈલસ પર તેમણે સિગ્નેચર આપી હતી. ગોલ્ડન ફુટના રોનાલ્ડોની જીત પર કોઈ આશ્ચર્ય થયું નહી કારણ કે, આ વર્ષ તેમણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતુ.35 વર્ષીય પુર્તગાલના કેપ્ટને 2020માં ક્લબ અને દેશ માટે 44 ગોલ કર્યા છે.