ગુજરાત

gujarat

ETV Bharat / sports

લિવરપૂલે પ્રીમિયર લીગ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો, આ સફળતા 30 વર્ષ પછી પ્રાપ્ત થઈ - લિવરપૂલ પ્રીમિયર લીગ

ચેમ્પિયનશિપ કબજે કરવા માટે લિવરપૂલને ગુરુવાર પહેલા માત્ર એક જીતની જરૂર હતી, પરંતુ માન્ચેસ્ટર સિટીની હારથી ખાતરી થઈ હતી કે, લિવરપૂલની લીડને હવે કોઈ પણ ટીમથી જોખમ નથી.

Liverpool
લિવરપૂલે પ્રીમિયર લીગ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો

By

Published : Jun 26, 2020, 9:29 AM IST

લંડન: પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ વખત, લિવરપૂલે ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો. જોકે ગઈકાલે રાત્રે લિવરપૂલની કોઈ મેચ નહોતી. પરંતુ ચેલ્સિયાના હાથે માન્ચેસ્ટર સિટીની હારથી લિવરપૂલને બિરુદ મડ્યું.

લિવરપૂલે પ્રીમિયર લીગ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો

ચેમ્પિયનશિપ કબજે કરવા માટે લિવરપૂલને ગુરુવાર પહેલા માત્ર એક જીતની જરૂર હતી, પરંતુ માન્ચેસ્ટર સિટીની હારથી ખાતરી થઈ હતી કે, લિવરપૂલની લીડને હવે કોઈ પણ ટીમથી જોખમ નથી.

જોકે લિવરપૂલે આ પહેલા 18 વખત ફૂટબોલ લીગ ફર્સ્ટ ડિવિઝન જીત્યો છે, પરંતુ ઇંગ્લિશ પ્રીમિયર લીગનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે 1992 પછીનું આ તેમનું પહેલું ટાઇટલ છે. તેથી, 30 વર્ષ લાંબી પ્રતીક્ષા પછી આ જીત મળી છે.

ટીમની સફળતાનું શ્રેય કોચ જુર્જેન ક્લોપને આપવામાં આવ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ટીમે આ વર્ષે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે.

કોરોના વાઇરસ મહામારીને કારણે, આ વર્ષે રમત ખૂબ પ્રભાવિત થઈ છે, જેના પછી પ્રીમિયર લીગ મેચ પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે તે શરૂઆતથી શરૂ કરવામાં આવી છે જેમાં ચેલ્સી અને સિટી વચ્ચેની મેચ બાદ લિવરપૂલને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details