ગુજરાત

gujarat

ETV Bharat / sports

લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ધોનીના નમ્ર સ્વભાવથી થયો બોલ્ડ - ઝિમ્બાબ્વે

​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) યુટ્યુબ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં (Breakfast with Champions) કહ્યું, મને મહાન એમએસ ધોની તરફથી ODI કેપ મળી છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે હું તેને ઝિમ્બાબ્વેમાં (Zimbabwe) પહેલીવાર મળ્યો ત્યારે હું તેને માહી સર કહીને બોલાવતો હતો. બાદમાં તેણે મને ફોન કર્યો અને કહ્યું કે માહી, ધોની, મહેન્દ્ર સિંહ ધોની કે ભાઈ, તારે જે ઈચ્છા થાય તે મને બોલાવ,પણ સાહેબ નહિ.

લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ધોનીના નમ્ર સ્વભાવથી થયો બોલ્ડ
લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ધોનીના નમ્ર સ્વભાવથી થયો બોલ્ડ

By

Published : Jun 14, 2022, 2:03 PM IST

મુંબઈ:રાજસ્થાન રોયલ્સના લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો છે કે, તે મહેન્દ્ર સિંહ ધોનીના નમ્ર સ્વભાવથી પ્રભાવિત છે. જ્યારે દિગ્ગજ ક્રિકેટરે તેને ફોન કર્યો અને કહ્યું કે તમને જે ઈચ્છા થાય તે મને બોલાવો પણ સાહેબ બોલાવશો નહીં. ચહલને જૂન 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન ધોની પાસેથી ODI (One Day International) કેપ મળી હતી અને બાદમાં તેને ઇંગ્લેન્ડ સામે T20માં તક આપવામાં આવી હતી.

આ પણ વાંચો:ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 'કરો યા મરો' નો જંગ

સૌથી વધુ વિકેટ લેનાર બોલર:ચહલે યુટ્યુબ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં (YouTube Shows Breakfast with Champions) કહ્યું, મને મહાન એમએસ ધોની તરફથી ODI (One Day International) કેપ મળી છે. તે એક લેજેન્ડ છે અને હું તેની સાથે પહેલીવાર રમ્યો હતો. હું તેની સામે વાત પણ કરી શકતો ન હતો. તે એટલી સારી રીતે વાત કરે છે કે તમને આશ્ચર્ય થશે કે શું તે ખરેખર મહેન્દ્ર સિંહ ધોની છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે હું તેને ઝિમ્બાબ્વેમાં (Zimbabwe) પહેલીવાર મળ્યો ત્યારે હું તેને માહી સર કહીને બોલાવતો હતો. બાદમાં તેણે મને ફોન કર્યો અને કહ્યું કે માહી, ધોની, મહેન્દ્ર સિંહ ધોની કે ભાઈ, તારે જે ઈચ્છા થાય તે મને બોલાવ પણ સાહેબ નહિ. ચહલ IPL 2022માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ઉભરી આવ્યો હતો, તેણે 5/40ના શ્રેષ્ઠ સ્કોર સાથે 27 વિકેટ લીધી હતી. લેગ-સ્પિનરે 46 વનડેમાં ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સાથે 25.32ની સરેરાશ અને 4.92ની ઇકોનોમી સાથે 81 વિકેટ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details