નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ICC ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. જો કે તે ભારત માટે શરૂઆતની મેચોમાં બેટથી કઈ કરી શક્યો ન હતો, પરંતુ જેમ જેમ નોકઆઉટ મેચ નજીક આવી, તેમ તેણે પોતાની કાબિલીયત બતાવી શાનદાર પ્રદર્શન કર્યું. ક્રિઝ પર આવીને તે તોફાની રીતે બેટિંગ શરૂ કરે છે. તેની ઇનિંગ્સમાં ચોગ્ગા ઓછા અને વધુ ગગનચુંબી છગ્ગા વધું જોવા મળે છે.
આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યાઃન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતી વખતે ઐયરે સદી ફટકારી હતી. અય્યરે 70 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે ODI વર્લ્ડ કપની એક આવૃત્તિમાં નંબર 4 પર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આ સાથે તે એક જ એડિશનમાં ચોથા નંબર પર 500 રન બનાવનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. અત્યાર સુધી કોઈ એશિયન બેટ્સમેન અય્યરની જેમ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં ચોથા નંબર પર 500થી વધુ રન બનાવી શક્યો નથી.
અય્યરે અત્યાર સુધીમાં 526 રન બનાવ્યા છે:શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં વર્લ્ડ કપ 2023ની 10 મેચોમાં 75.14ની એવરેજ અને 113.11ની સ્ટ્રાઈક રેટ સાથે 526 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 2 વિસ્ફોટક સદી અને 3 વિસ્ફોટક અડધી સદી ફટકારી છે. અય્યરે ન્યૂઝીલેન્ડ સામે 150ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 70 બોલમાં 105 રન બનાવ્યા હતા અને તે પહેલા લીગ મેચની છેલ્લી મેચમાં તેણે નેધરલેન્ડ સામે 94 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 128 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 136.17 હતો.