ગુજરાત

gujarat

ETV Bharat / sports

શું હાર્દિક પંડ્યા IPLની કેપ્ટન્સીને યોગ્ય સાબિત કરી શકશે?, ​​હરભજન સિંહે આપ્યું કોમ્પિમેન્ટ

28 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, જેણે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ(Leadership of Gujarat Titans ) કરતી વખતે પ્રથમ સિઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું, તેને ભારતના ભાવિ કેપ્ટન(The future captain of India) તરીકે જોવામાં આવી રહ્યો છે.

હરભજન સિંહને કેમ એવુ લાગે છે કે હાર્દિક પંડ્યા IPLની કેપ્ટન્સીથી સાબિત કર્યું કે તે ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરી શકે તેમ છે
હરભજન સિંહને કેમ એવુ લાગે છે કે હાર્દિક પંડ્યા IPLની કેપ્ટન્સીથી સાબિત કર્યું કે તે ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરી શકે તેમ છે

By

Published : Jun 10, 2022, 3:38 PM IST

Updated : Jun 10, 2022, 4:07 PM IST

નવી દિલ્હી: ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર(Former Indian spinner) ​​હરભજન સિંહ માને છે કે, માર્ગનું નેતૃત્વ કરવું અને ઉદાહરણ સ્થાપિત કરવાની ભાવના અને સકારાત્મકતા ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ વિજેતા(Winners of the Indian Premier League title) કેપ્ટન હાર્દિક પંડ્યાને નજીકના ભવિષ્યમાં ભારતીય રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપનો(Indian national team captaincy) દાવેદાર બનાવી શકે છે. 28 વર્ષીય ઓલરાઉન્ડરને પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સને IPL ટાઇટલ અપાવ્યા બાદ ભારતના ભાવિ કેપ્ટન તરીકે ગણવામાં(IPL captaincy has Proved) આવે છે.

ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે,હાર્દિક પંડ્યા -હરભજને PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “આ વર્ષની IPLની સૌથી મોટી બાબતોમાંની એક ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા છે. તેણે જે રીતે ટીમને પ્રતિષ્ઠિત ટાઈટલ સુધી પહોંચાડ્યું છે તે પ્રશંસનીય છે. તેણે કહ્યું, તેની ભાવના અને સકારાત્મક કપ્તાની એ સંકેત આપે છે કે તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે. ખેલાડીઓની હરાજીમાં ટાઇટન્સ(Titans at player auction) દ્વારા ખરીદાયેલા ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા બાદ નિષ્ણાતોએ ટીમને ટાઈટલ માટે દાવેદાર ગણી ન હતી, પરંતુ હાર્દિકના નેતૃત્વમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટાઈટલ જીત્યું હતું.

આ પણ વાંચો:હાર્દિકભાઈ જોરદાર.... ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ચટાડી ધૂળ

IPL ફાઇનલમાં ત્રણ વિકેટ લેવા ઉપરાંત તેણે 34 રન પણ બનાવ્યા -કેપ્ટન હાર્દિકે પોતાની કેપ્ટનશીપથી બધાને પ્રભાવિત કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામે ફાઈનલમાં ત્રણ વિકેટ લેવા ઉપરાંત તેણે 34 રન પણ બનાવ્યા હતા. મોટેરાના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં(Motera Largest Stadium in World) આ મેચ જોવા માટે એક લાખથી વધુ દર્શકો હાજર હતા. ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી સામે 417 ટેસ્ટ અને 269 ODI વિકેટ લેનાર ભૂતપૂર્વ ઓફ-સ્પિનરે કહ્યું કે ફોર્મમાં ઘટાડો અસ્થાયી છે. અનુભવી બેટ્સમેન ટૂંક સમયમાં જ મજબૂત પુનરાગમન કરશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓ પર ખૂબ આધાર -તેણે કહ્યું, કોહલી એવો ક્રિકેટર છે જે મેદાન પર હોય ત્યારે હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. તેણે આટલા વર્ષોમાં જે શાનદાર ક્રિકેટ રમી છે. તેને જોતાં મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં પાછો આવશે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે, ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓ પર ખૂબ આધાર રાખી રહ્યું છે, જેમણે આ વર્ષની IPLમાં સારું પ્રદર્શન કર્યું છે.

ICC T20 વર્લ્ડ કપ પહેલા કંઈક ખાસ કરવાની આ સુવર્ણ તક - હરભજને કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, ઉમરાન મલિક અને અર્શ દીપ સિંહ માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવિત કરવાની આ એક સારી તક છે. આ અનુભવી સ્પિનરે કહ્યું, આ યુવાઓ માટે આ વર્ષના ICC T20 વર્લ્ડ કપ(ICC T20 World Cup) પહેલા કંઈક ખાસ કરવાની આ સુવર્ણ તક છે. ટીમ મેનેજમેન્ટે આ વખતે સાઉથ આફ્રિકા સામેની ટીમમાં યુવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે અને તેઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધા પહેલા સારો દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે.

દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શન પર રહેશે - ઓસ્ટ્રેલિયા સામે 2001માં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બનેલા હરભજને કહ્યું કે તેની નજર દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં(T20 series against South Africa) લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શન પર રહેશે. ચહલે IPL-15માં શાનદાર પ્રદર્શન કર્યું અને પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ લેનારનો પુરસ્કાર) જીત્યો. તેણે કહ્યું, યુઝવેન્દ્ર ચહલ અત્યારે તેના જીવનના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને 27 વિકેટ લીધી, જે સિઝનમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે.

આ પણ વાંચો:India VS West Indies: વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી

દિનેશ કાર્તિકની મજબૂત વાપસી - હરભજને 37 વર્ષીય પીઢ વિકેટ કીપર બેટ્સમેનની(Wicket Keeper Batsman) એક ફાઇટર તરીકે પ્રશંસા કરી, જેની ક્યારેય હાર ન માનવાની ભાવનાએ તેને ભારતીય ટીમમાં ફરીથી સ્થાન અપાવ્યું. હરભજને કહ્યું, દિનેશ કાર્તિક જેવો ક્રિકેટર છે. તે તેની કારકિર્દીના આ તબક્કે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે હજુ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ છે. તેણે કહ્યું, તેની પ્રતિબદ્ધતા, વલણ અને સૌથી મહત્વની વાત એ છે કે તે માને છે કે તે હજુ પણ ભારતીય ક્રિકેટ ટીમને(Indian cricket team) ઘણું આપી શકે છે. તે ચોક્કસપણે પ્રશંસનીય છે અને આ રીતે તેણે ચોક્કસપણે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Last Updated : Jun 10, 2022, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details