નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીએ BCCIને કહ્યું કે, તે આફ્રિકા માટે ઉપલબ્ધ રહેશે નહીં, તેને થોડા સમય માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેકની જરૂર છે. પરંતુ તે ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન: વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં ટોપ સ્કોરર હતો. તેણે વર્લ્ડ કપ દરમિયાન 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ શાનદાર સદી સામેલ હતી. વિરાટ કોઈપણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જેણે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ વર્લ્ડ કપ પછી સફેદ બોલની ક્રિકેટ રમવાના મૂડમાં નથી. દ.આફ્રિકા સાથે ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે.