ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોહલીના નામે વધુ એક વિરાટ ખિતાબ, ICC એ કહ્યું એ પ્લેયર ઓફ ધ મંથ - Virat Kohli player of the month

વિરાટ કોહલીએ અત્યાર સુધી બેટીંગથી 3 અડધી સદી ફટકારી છે અને સૌથી વધુ રન બનાવવાના મામલે પણ તે ટોચ પર છે. (ICC Mens Player of the Month)હવે કોહલીને આ પ્રદર્શનનો સીધો ફાયદો ICC તરફથી મળ્યો છે. કોહલીને ICC દ્વારા ઓક્ટોબર 2022 માટે Player of the Monthનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

વિરાટ કોહલીએ ICC પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ જીત્યો
વિરાટ કોહલીએ ICC પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ જીત્યો

By

Published : Nov 8, 2022, 7:12 AM IST

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપના સુપર-12 (ICC Mens Player of the Month)તબક્કામાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી player of the month તરીકે પસંદ કરવામાં આવ્યો છે. .

શાનદાર પ્રદર્શન:એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર પાકિસ્તાનની અનુભવી ઓલરાઉન્ડર નિદા દારને મહિલા વર્ગમાં આ સન્માન મળ્યું છે. (Virat Kohli player of the month)નિદાએ આ પુરસ્કારની રેસમાં ભારતની જેમિમા રોડ્રિગ્ઝ અને દીપ્તિ શર્માને હરાવ્યા હતા. એશિયા કપમાં ભારતનુ ટાઈટલ જીત દરમિયાન આ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વૈશ્વિક મત:મીડિયાના પ્રતિનિધિઓ, ICC હોલ ઓફ ફેમમાં સામેલ, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને નોંધાયેલા ચાહકો દ્વારા વૈશ્વિક મત પછી કોહલી અને નિદાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોહલીએ ઓક્ટોબરમાં 205 રન બનાવ્યા બાદ પ્રથમ વખત ICC મેન્સ Player of the Monthનો એવોર્ડ જીત્યો હતો.

બોલરો પર પ્રભુત્વ:તેણે સિડનીમાં નેધરલેન્ડ સામેની શાનદાર અડધી સદી પહેલા મેલબોર્નના ભરચક સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે અણનમ અડધી સદી સાથે ભારતના રોમાંચક વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.(t20 2022) T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ભારત પાકિસ્તાન સામે 31 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ કોહલીએ બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તેના 53 બોલમાં અણનમ 82 રનની મદદથી ભારતને છેલ્લા બોલે વિજય નોંધાવવામાં મદદ કરી હતી.

શ્રેષ્ઠ રમી શકું:કોહલીએ કહ્યું હતુ કે,"હું અન્ય નામાંકિત ખેલાડીઓને પણ અભિનંદન આપવા માંગુ છું જેમણે આ સમયગાળા દરમિયાન આટલું સારું પ્રદર્શન કર્યું છે. હું મારા સાથી ખેલાડીઓને પણ અભિનંદન આપું છું જેઓ મને સમર્થન આપવાનું ચાલુ રાખે છે જેથી હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રમી શકું."બાંગ્લાદેશમાં એશિયા કપમાં પાકિસ્તાનની સેમિફાઇનલ સુધીની સફર દરમિયાન તેના શાનદાર પ્રદર્શન માટે નિદાને ICC પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો હતો.

સન્માનની વાત:કોહલી પ્રથમ વખત આ એવોર્ડ માટે નોમિનેટ થયો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પાછળ છોડી દીધા હતા. આ બંનેએ ટી20 વર્લ્ડ કપમાં પણ પોતાની ટીમ વતી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોહલીએ ICCની એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "ઓકટોબર મહિના માટે ICCના સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડી તરીકે પસંદગી પામવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વિશ્વભરના પ્રશંસકો અને પેનલો દ્વારા પસંદ થવાથી આ એવોર્ડ મારા માટે વધુ ખાસ બને છે."

ABOUT THE AUTHOR

...view details