- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાહેરાત
- વર્લ્ડકપ બાજ છોડશે ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશિપ
- વનડે અને ટેસ્ટના કપ્તાન તરીકે જવાબદારી નિભાવતો રહેશે
હૈદરાબાદ: વિરાટ કોહલીએ 95 વનડે મેચોમાં કેપ્ટનશિપ કરી છે. 65માં ટીમ જીતી છે, જ્યારે 27માં હારનો સામનો કરવો પડ્યો છે. જીતની વાત કરીએ તો તેની ટકાવારી 70.43 છે. ટી-20 મુકાબલાની વાત કરીએ તો કેપ્ટન કોહલીની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધી 45 મેચ રમી છે.
છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી કોહલીએ સદી ફટકારી નથી
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડી દેશે, ત્યારબાદ ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા કેપ્ટન બને તેવી સંભાવના છે. છેલ્લા લાંબા સમયથી વિરાટ કોહલીનું બેટ શાંત છે, ત્યારબાદ સતત તેની કેપ્ટનશિપ પર પ્રશ્નો ઊઠી રહ્યા હતા.
વનડે અને ટેસ્ટમાં કરતો રહેશે કપ્તાની