નવી દિલ્હી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે WTC ફાઇનલમાં ઐતિહાસિક સદી ફટકારી છે. ટ્રેવિસ હેડ આ કારનામું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતીય બોલરોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
WTC ફાઇનલમાં ટ્રેવિસ હેડની સદી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની રમત ચાલુ છે. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની શાનદાર બેટિંગે ટીમનો સ્કોર મજબૂત કર્યો છે. ટ્રેવિસ હેડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 64 ઓવરના 5માં બોલ પર પ્રથમ સદી ફટકારી છે. આ સાથે ટ્રેવિસ હેડે WTC ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેનનો ખિતાબ જીતી લીધો છે. ટ્રેવિસે આ સદી 106 બોલમાં પૂરી કરી છે. આ સાથે ટ્રેવિસની ટેસ્ટ કારકિર્દીની આ છઠ્ઠી સદી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 80 ઓવરમાં 3 વિકેટે 301 રન બનાવ્યા છે. 80 ઓવર સુધી ટ્રેવિસ હેડે 143 બોલમાં 128 રન અને સ્ટીવ સ્મિથે 210 બોલમાં 87 રન બનાવ્યા હતા.