હાંગઝોઉઃભારતે એશિયન ગેમ્સમાં વધુ એક ઇતિહાસ રચી દીધો છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટમાં ભારતીય ટીમે ગૉલ્ડ મેડલ મેચ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવી દીધો છે. કમનસીબે ફાઇનલ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ અને આ કારણે ભારતીય ટીમ ગૉલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા મહિલા ટીમે પણ એશિયન ગેમ્સ 2023માં ફાઇનલ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં અફઘાનિસ્તાનને હરાવીને ગૉલ્ડન મેચ જીતી લીધી છે.
અફઘાનિસ્તાનનો પ્રથમ દાવ: ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 130 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ સહીદુલ્લાહએ 49 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન ગુલબાદીન નઇબે પણ સારો સાથ આપ્યો અને 27 રનની ઇનિંગ રમી હતી. ભારતની બૉલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, શિવમ દુબે, શાહબાઝ અહેમદ અન રવિ બિશ્નોઇ 1 -1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.