નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપની (T20 World Cup) રાહ પૂરી થઈ ગઈ છે. આજથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમીને પોતાની સફર શરૂ કરશે. આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ઘણા મોટા રેકોર્ડ્સ (T20 World Cup records) છે જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની નજર છે.
આ રેકોર્ડ તુટી શકે છે: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ કરિયરમાં અત્યાર સુધી કુલ 33 મેચ રમી ચૂક્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ T20 વર્લ્ડ કપમાં 33 મેચ રમી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાકિસ્તાન સામે 2022 T20 વર્લ્ડ કપમાં પ્રવેશતાની સાથે જ ભારત માટે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. ધોનીએ 2007 થી 2016 વચ્ચે કુલ 33 T20 મેચ રમી છે. રોહિતે 2007 થી 2021 સુધી કુલ 33 મેચ રમી છે.
નવો રેકોર્ડ બની શકે છે:કોહલી મહેલા જયવર્દનેને પાછળ છોડી શકે છે અને રોહિત-શ્રીલંકાના દિગ્ગજ માહેલા જયવર્દને તમામ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે, તેમણે 31 મેચમાં 1,016 રન બનાવ્યા છે. પરંતુ સ્ટાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા (33 મેચમાં 847) અને વિરાટ કોહલી (21 મેચમાં 845) અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર (30 મેચમાં 762) આ દિગ્ગજનો પીછો કરી રહ્યા છે અને આ વખતે રેકોર્ડ બની સકે છે.