T20 World Cup Schedule 2022: T20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ થયો જાહેર, ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે ફરી ટકરાશે
ઓસ્ટ્રેલિયા વર્તમાન T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે, તેથી આગામી શાનદાર મેચો તેના પોતાના ઘરે જ થશે. T20 વર્લ્ડ કપમાં ફરી એક વાર ભારત અને પાકિસ્તાન ટકરાશે, ત્યારે ICCએ શુક્રવારે ટી20 વર્લ્ડ કપનું શિડ્યુલ (T20 World Cup Schedule 2022) જાહેર કર્યું છે.
T20 World Cup Schedule 2022: T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે ફરી ટકરાશે
By
Published : Jan 21, 2022, 9:41 AM IST
|
Updated : Jan 21, 2022, 1:22 PM IST
નવી દિલ્હીઃ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2022માં યોજાનારી T20 વર્લ્ડ કપ 2022નું શિડ્યૂલ (T20 World Cup Schedule 2022) જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા વર્તમાન T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે, એટલે આગામી શાનદાર મેચ તેના પોતાના ઘરે જ થશે, ત્યારે હવે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં (India Pakistan match in T20 World Cup) ટકરાશે.
ICCએ શુક્રવારે સવારે નવું શેડ્યૂલ જાહેર (ICC declares T20 World Cup) કર્યું છે. T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે સુપર-12 રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂ ઝિલેન્ડ સાથે થશે. જ્યારે ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન (India Pakistan match in T20 World Cup) સાથે ટકરાશે.
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને 2 ક્વાલિફાયર ટીમની સાથે ગૃપ 2માં રાખવામાં આવ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2021માં પણ ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થઈ હતી, પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી (India Pakistan match in T20 World Cup ) ગઈ હતી. આવું પહેલી વખત થયું હતું કે, કોઈ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનથી કોઈ મેચ ગુમાવી હોય.
ટી20 વર્લ્ડ કપ 2022ની મેઈન ટૂર્નામેન્ટની શરૂઆત 16 ઓક્ટોબર (રવિવાર)થી થશે. જ્યારે ફાઈનલ મેચ 13 નવેમ્બર (રવિવારે) રમાશે. કુલ 16 ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2021માં થયેલી ટી20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં થવાનું હતું, પરંતુ આ વર્લ્ડ કપ UAEમાં યોજવામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપને ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો, જે તે ફોર્મેટમાં તેનો પહેલો (T20 World Cup Schedule 2022) ખિતાબ હતો.
2021માં ચૂક્યા, 2022માં સપનું સાકાર થશે
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન, ન્યૂ ઝિલેન્ડ સામે તેની શરૂઆતની મેચો હારી ગઈ હતી, ત્યારબાદ ટીમની વાપસી મુશ્કેલ બની હતી. આ પહેલો પ્રસંગ હતો. જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પાકિસ્તાન (India Pakistan match in T20 World Cup) સામે મેચ હારી હતી. જોકે, હવે વિરાટ કોહલીએ સુકાની પદેથી રાજીનામું આપી (Virat Kohli resigns as captain) દીધું છે અને T20, ODI ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આવી સ્થિતિમાં હવે ICC T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup Schedule 2022) ભારતીય ટીમની બાઉન્ડ્રી નક્કી કરવાની જવાબદારી રોહિત શર્મા પર છે.