ગીલોંગઃT20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) નવમી મેચ શ્રીલંકા અને નેધરલેન્ડ (T20 World Cup NED vs SL) વચ્ચે ગીલોંગમાં રમાઈ હતી. શ્રીલંકાએ નેધરલેન્ડને 16 રને હરાવ્યું છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં છ વિકેટે 162 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ નેધરલેન્ડને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 146 રન જ બનાવી શકી હતી.
કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા: મેક્સ ઓડાડ નેધરલેન્ડ માટે એકલા લડ્યા હતા. ઓડાડે 53 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 21 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરાંગાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મહિષ તીક્ષાણાને બે સફળતા મળી હતી. આ પહેલા શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 44 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા હતા. નેધરલેન્ડ તરફથી પોલ વાન મીકરેન અને બાસ ડી લીડે બે-બે વિકેટ લીધી હતી. ટિમ વાન ડેર ગુગેન અને ફ્રેડ ક્લાસને એક-એક વિકેટ લીધી હતી.
નેધરલેન્ડ ઇનિંગ્સ
પ્રથમ વિકેટ: વિક્રમજીત સિંહ 7 રન બનાવીને આઉટ થયો હતો. તે મહિષ તીક્ષાના દ્વારા દાસુન શનાકાના હાથે કેચ થયો હતો.
બીજી વિકેટ: બાસ ડી લીડ 14 રન બનાવીને આઉટ થયો હતો. તેને લાહિરુ કુમારાએ કુસલ મેન્ડિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ત્રીજી વિકેટ: કોલિન એકરમેન 0 રન બનાવીને આઉટ થયો હતો. તે પોતાના જ બોલ પર વાનિન્દુ હસરંગાના હાથે કેચ આઉટ થયો હતો.
ચોથી વિકેટ: ટોમ કૂપર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેને મહિષ તીક્ષાનાએ બોલ્ડ કર્યો હતો.
પાંચમી વિકેટ:સ્કોટ એડવર્ડ્સ 21 રન બનાવીને આઉટ થયો હતો. તેને બિનુરા ફર્નાન્ડોએ બોલ્ડ કર્યો હતો.
છઠ્ઠી વિકેટ:ટિમ પ્રિંગલ 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને વાનિન્દુ હસરંગાએ રન આઉટ કર્યો હતો.
શ્રીલંકા ઇનિંગ્સ