નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ માટે પસંદ કરાયેલી ટીમના છેલ્લા 11 ખેલાડીઓમાં KL રાહુલનો સમાવેશ કર્યો છે અને KS ભરત કરતાં તેને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. કારણ કે રહાણેનું ટીમમાં રમવું લગભગ નિશ્ચિત છે, આવી સ્થિતિમાં બેટિંગ લાઇનઅપને મજબૂત કરવા માટે કેએલ રાહુલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. WTCની ફાઇનલ 7 જૂન 2023થી લંડનના ધ ઓવલ ખાતે રમાશે.
KLરાહુલને પ્રાધાન્ય આપવાની સલાહ: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં નિયમિત વિકેટકીપર કેએસ ભરત કરતાં કેએલ રાહુલને પ્રાધાન્ય આપવાની સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલને ઓપનર તરીકે પસંદ કર્યા છે, જ્યારે કેએલ રાહુલને છઠ્ઠા નંબર પર બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. તેણે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને નંબર ત્રણ અને ચાર પર બેટિંગ કરવા માટે પસંદ કર્યા, જ્યારે અજિંક્ય રહાણેને તેના સામાન્ય બેટિંગ ક્રમમાં નંબર 5 પર પરત કર્યો.
આ પણ વાંચો:RCB vs KKR: અમે હારવાના હકદાર હતા... જીત ભેટમાં આપી, કોના પર ગુસ્સે થયો વિરાટ કોહલી