ગુજરાત

gujarat

By

Published : Jul 16, 2021, 3:39 PM IST

ETV Bharat / sports

SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર

ભારત સામે સ્થાનિક સિરીઝથી ત્રણ દિવસ પહેલા શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lankan cricket team)ને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, કુશલ પરેરા (Kushal Parera) ઈંગ્લેન્ડમાં યોજાનારી મેચમા શ્રીલંકાની ટીમનો કેપ્ટન હતો પરંતુ તેને ખભા પર ઈજા થઈ છે, જેના કારણે તેને 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે.

SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર
SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર

  • ઈંગ્લેન્ડમાં ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચે 18 જુલાઈથી રમાશે મેચ
  • મેચ પહેલા શ્રીલંકાની ટીમ (Sri Lankan Team)ને લાગ્યો મોટો ઝટકો
  • શ્રીલંકાની ટીમનો કેપ્ટન કુશલ પરેરા (Kushal Parera) ટીમમાંથી થયો બહાર
  • કુશલ પરેરા (Kushal Parera) ને ખભામાં ઈજા થતા 6 અઠવાડિયા નહીં રમી શકે ક્રિકેટ

ન્યૂઝ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચે 18 જુલાઈથી ત્રણ વન-ડે (One Day Match) મેચ રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા જ શ્રીલંકાને એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ટીમનો કેપ્ટન કુશલ પરેરા (Kushal Parera)ને ખભામાં ઈજા થતા તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં બંને ટીમ વચ્ચે વન-ડે મેચની સિરીઝ (One-day series) રમાશે. જોકે, કુશલ પરેરાની ઈજા અંગે વધુ કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ ડોક્ટરની ટીમે તેને 6 અઠવાડિયાનો આરામ કરવાનું કહ્યું છે. જોકે, હવે દાસુન શનાકા (Dasun Shanaka)ને શ્રીલંકન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવાયો છે.

આ પણ વાંચો-Tokyo Olympics: ખેલાડીઓ માટે દિશા-નિર્દેશ જાહેર, હંમેશા માસ્ક પહેરી રાખવું પડશે

હવે દાસુન શનાકા શ્રીલંકાનો નવો કેપ્ટન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન હવે દાસુન શનાકા (Dasun Shanaka) હશે, જે કરાર પર હસ્તાક્ષર કરનારો પહેલો ખેલાડી હતો. 29 વર્ષીય શનાકા આક્રમક બેટ્સમેન અને ઝડપી બોલર છે. તે છેલ્લા 5 વર્ષમાં શ્રીલંકાના કેપ્ટન બનનારો 10મો ખેલાડી છે. ઉપુલ થરંગા (Upul Tharanga), એન્જેલો મેથ્યુઝ (Angelo Mathews), ચમારા કાપૂગેદરા (Chamara Kapugedara), લસિથ મલિંગા (Lasith Malinga), દિનેશ ચંદીમલ (Dinesh Chandimal), દિમુથ કરૂણારત્ને (Dimuth Karunaratna) અને કુશલ પરેરા (Kushal Parera)ને વર્ષ 2017થી શરૂથી લઈને શ્રીલંકાના કમાન્ડ સંભાળ્યો છે. શનાકાએ વર્ષ 2019માં પાકિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં કેપ્ટની કરી હતી, જેમાં તેમની ટીમને ક્લિન સ્વીપ કર્યું હતું.

આ પણ વાંચો:Ind-Eng Test Series પહેલા ભારતને મોટો ઝટકો, 2 ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત

પહેલા વન-ડે સિરીઝની શરૂઆત 13 જુલાઈથી થવાની હતી

આપને જણાવી દઈએ કે, શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને ત્રણ વન-ડે અને એટલી જ ટી-20 મેચની સિરીઝ રમવી પડશે. 18 જુલાઈથી વન-ડે સિરીઝની શરૂઆત થશે. પહેલાથી જ નક્કી કરાયેલા શિડ્યુઅલ અનુસાર, વન-ડે સિરીઝની શરૂઆત 13 જુલાઈએ થવાની હતી. બીજી અને ત્રીજી વન-ડે ક્રમશઃ 16 અને 18 જુલાઈએ રમાવાની હતી. ત્યારબાદ 22 જુલાઈથી ટી-20 સિરીઝ રમાવાની હતી, પરંતુ શ્રીલંકાની ટીમના બેટ્સમેન કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા વિશ્લેષક જિટી નિરોશનના કોરોના પોઝિટિવ થયા બાદ BCCI અને ક્રિકેટ શ્રીલંકાએ આ પાંચ દિવસ આગળ વધારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details