નવી દિલ્હીઃભારતીય ક્રિકેટરના ઘણા બધા ફોટો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે. કેટલાક ફોટો વાયરલ થતા હોય છે તો કેટલાક વીડિયો ટ્રેન્ડી બને છે કે, સમગ્ર સ્પોર્ટ્સ જગતમાં એની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં બેટ્સમેન શ્રેયસ ઐયર પ્રથમ ક્રમે છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો અપલોડ કરતો રહે છે.
આ પણ વાંચોઃ Virat Kohli Video: કોહલીએ ધોનીને ગણાવ્યા બેસ્ટ ફ્રેન્ડ, કહ્યું- ખરાબ સમયમાં સાથ આપ્યો
ફેન્સ ખુશખશાલઃતાજેતરમાં સામે આવેલા વીડિયોમાં શ્રેયસે મસ્ત વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એનો આવો શ્રેષ્ઠ અંદાજ એના ચાહકોને આકર્ષિત કરી રહ્યો છે. નવા વીડિયોમાં તે તમિલ સોંગ ટમ ટમ પર સ્ટેપ કરી રહ્યો છે. આ ગીત પર હજારો-લાખોની સંખ્યામાં રીલ્સ બનેલી છે. જેમાં લોકો જુદા જુદા સ્ટેપ કરીને ડાન્સ કરી રહ્યા છે. ટમ ટમ વાયરલ સોંગનો રંગ ખેલાડી શ્રેયસને પણ લાગ્યો છે. શ્રેયસનો આ વીડિયો બાસ્કેટ બોલ કોર્ટમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્રેયસે બ્લેક ટી-શર્ટ પહેર્યું છે. જ્યારે શ્રેષ્ઠા યંલો એન્ડ બ્રાઉન આઉટફીટમાં જોવા મળી છે.