નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાના સમાચાર ફરી એકવાર મીડિયાની હેડલાઇન્સ બની ગયા છે. એવું માનવામાં આવે છે કે, બંને વચ્ચે સત્તાવાર છૂટાછેડા થયા છે અને તેઓ અલગ થઈ ગયા છે. શોએબ મલિકે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફેરફાર કર્યો છે ત્યારે આ સમાચાર વાયુવેગે થવા લાગ્યા છે. ત્યાંથી સાનિયા મિર્ઝાનું નામ હટાવી દિધું છે.
શોએબ મલિકે સાનિયાનું નામ હટાવ્યું પહેલા 'સુપર વુમન સાનિયા મિર્ઝાનો પતિ' લખ્યું: માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, શોએબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી 'સાનિયા મિર્ઝાના પતિ' શબ્દ હટાવી દીધો છે. અગાઉ, પાકિસ્તાની ક્રિકેટરે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં 'સુપર વુમન સાનિયા મિર્ઝાનો પતિ' લખ્યું હતું... પરંતુ હવે મલિક દ્વારા બાયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 'સાનિયા મિર્ઝાનો પતિ' હોવાની માહિતી હટાવી દેવામાં આવી છે.
સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી:જો કે આ પહેલા પણ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, બંને વચ્ચે ઓફિશિયલ ડિવોર્સ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈ એક તરફથી સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈઝાન નામનો એક પુત્ર પણ છે:બંનેના લગ્ન 2010માં થયા હતા. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે લગ્ન પહેલા 5 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ શોએબ મલિક અને સાનિયાએ 30 ઓક્ટોબરે પુત્ર ઈઝાનને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો:
- India Vs Pakistan :ભારત પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ, જાણો કયા દિવસે થશે મેચ
- Fake Adgp Arrested: ઋષભ પંત પાસેથી કરોડો રૂપિયા લૂંટનાર નકલી Adgpની ધરપકડ
- Jasprit Bumrah Comeback: બુમરાહની સુકાનીપદ સાથે ધમાકેદાર વાપસી, નવા ખેલાડીઓને મળી તક