નવી દિલ્હીઃ વર્ષ 2022ના અંતમાં ઋષભ પંતને ભયંકર કાર અકસ્માત નડ્યો થયો. આ અકસ્માતમાં તેના શરીર પર ઈજા થઈ હતી. હવે પંત ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે અને જલદીથી જલદી મેદાન પર પરત ફરવા માટે તેના તરફથી સખત મહેનત કરી રહ્યો છે. પંતનો હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે ચાલવાની સાથે સાથે તે પોતાની ફિટનેસ માટે સખત કસરત પણ કરતો જોવા મળે છે. જેને જોઈને લાગે છે કે તે જલ્દી જ ફિટ થઈ જશે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો: ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવા ઋષભ પંતે અગાઉ પણ તેનો એક વીડિયો શેર કર્યો હતો અને તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેની રિકવરી ઝડપથી થઈ રહી છે, પરંતુ પછી ગુરુવારે, 20 જુલાઈએ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના જિમ સેશનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વેઈટલિફ્ટીંગ કરતો જોવા મળે છે.
વીડિયો શેર કરતા રિષભ પંતે લખ્યું કે તમે જે કામ કરો છો તે તમને મળે છે. માત્ર ઈચ્છા કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી.