- 2019 વર્લ્ડ કપની ટીમને લઈને આપ્યું નિવેદન
- રવિ શાસ્ત્રીએ કહ્યું, 2019 ODI વર્લ્ડ કપ ટીમમાં રાયડુ-શ્રેયસની પસંદગી થઈ શકી હોત
- મે ક્યારેય ટીમની પસંદગીમાં દખલગીરી કરી નથીઃ શાસ્ત્રી
નવી દિલ્હી: ભારતની 2019 ODI વર્લ્ડ કપ(India 2019 World Cup) ટીમમાં ત્રણ વિકેટ કીપરની પસંદગી કરવી અગમ્ય હતું. કારણ કે આ ટુર્નામેન્ટ માટે ટીમમાં અંબાતી રાયડુ અથવા શ્રેયસ ઐયરની પસંદગી(Ravi Shastri selection team) થઈ શકી હોત. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ(Former head coach Ravi Shastri) કહ્યું કે, 2019 વર્લ્ડ કપના થોડા મહિના પહેલા તત્કાલિન ODI કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે રાયડુ ટૂર્નામેન્ટ માટે ટીમના ચોથા નંબર પર રમશે. જોકે, બાદમાં MSK પ્રસાદની પસંદગી સમિતિએ રાયડુની પસંદગી કરી ન હતી.
ત્રણ વિકેટ કીપરની જગ્યાએ રાયડુ-શ્રેયસને પસંદ કરવા જોઈએ
એક માધ્યમ સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ ખુલાસો કર્યો હતો કે, ત્રણ વિકેટ કીપરની જગ્યાએ રાયડુ અથવા શ્રેયસ અય્યરને પસંદ કરવા જોઈએ. તે ટીમની પસંદગીમાં મારો કોઈ હાથ નહોતો. પરંતુ, વર્લ્ડ કપ માટે(2019 world cup team) ત્રણ વિકેટકીપરની પસંદગી કરવાનો નિર્ણય પણ સમજની બહાર હતો. MS ધોની, ઋષભ પંત અને દિનેશ કાર્તિકને ટુર્નામેન્ટ માટે ત્રણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.